રાજકોટમાં આજે પણ કોરોના શૂન્ય જુલાઈ માસના ૨૧ દિવસમાં ૧૯ કેસ

  • July 21, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિકવરી રેઈટ વધીને ૯૮.૯૦ ટકાએ પહોંચ્યો: પોઝિટિવિટી રેઈટ ઘટીને ૩.૪૪ ટકા

 


રાજકોટ શહેરમાં આજે પણ કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે લગાતાર છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં કોરોનાનો એકપણ કેસ મળ્યો નથી. તા.૧–૭–૨૧થી આજે તા.૨૧–૭–૨૧ સુધીના ૨૧ દિવસમાં કોરોનાના ફકત ૧૯ કેસ નોંધાયા છે.

 


મહાપાલિકાના કોવિડ બુલેટિન અનુસાર આજે રાજકોટમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે અને હાલ સુધીના કુલ કેસ ૪૨૭૮૪ થયા છે જે પૈકી ૪૨૩૧૭ દર્દીઓ સાજા થઈ જતાં તેમને રજા અપાઈ છે.

 


આજ સુધીમાં રાજકોટ શહેરમાં કુલ ૧૨,૪૩,૨૯૦ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં પોઝિટિવિટી રેઈટ ઘટીને ૩.૪૪ ટકા રહ્યો છે અને રિકવરી રેઈટ વધીને ૯૮.૯૦ ટકા થયો છે.

 


રાજકોટ શહેરમાં ગઈકાલે ૨૭૦૯ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં એકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. ગઈકાલે કોરોનાના સાત દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS