રસી નહોતી છતાં કેન્દ્રએ મોટાઉપાડે જાહેરાત કરતાં ફિયાસ્કો: સીરમ

  • May 22, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં હાલમાં કોરોના વાયરસ મહામારીની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. તો આ તરફ કોરોના રસીની અછતને કારણે ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકો રસી મેળવવામાં અસમર્થ છે. રસીના અભાવને લીધે, ઘણી જગ્યાએ ૪૫ લોકો માટે પણ રસી ઉપલબ્ધ થતી નથી. સીરમ ઇન્સ્િટટૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ) એ જણાવ્યું છે કે સરકારે રસી અને ડબ્લ્યુએચઓ માર્ગદર્શિકાની ઉપલબ્ધતાને ધ્યાનમાં લીધા વિના જુદા જુદા વય જૂથો માટે રસી આપવાની મંજૂરી આપી છે.

 


દેશમાં કોરોના રસીની અછત વચ્ચે, સીરમ ઇન્સ્િટટૂટ ઓફ ઈન્ડિયાના એકિઝકયુટિવ ડિરેકટર સુરેશ જાધવે આક્ષેપ કર્યેા છે કે, અહીં કેટલી રસીની ઉપલબ્ધતા છે અને ડબ્લ્યુએચઓની ગાઇડ લાઇન શું છે તેનું મૂલ્યાંકન કર્યા વિના સરકારે વિવિધ વય જૂથોના લોકોને રસી આપવાની મંજૂરી આપી છે.'

 


આરોગ્ય સંબંધિત એક આયોજીત ઈ–કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે દેશે ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને તે મુજબ રસીકરણને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમણે કહ્યું, પ્રથમ લયાંક મુજબ ૩૦ કરોડ લોકોને રસી આપવામાં આવવાની હતી, જેના માટે ૬૦ કરોડ ડોઝની હતી, પરંતુ અમે આ લય સુધી પહોંચીએ તે પહેલાં, સરકારે ૪૫ વર્ષથી ઉપર અને પછી ૧૮ વર્ષની વયથી વધુની દરેક વ્યકિત માટે રસીકરણ ખુલ્લું મૂકી દીધું હતું.

 


એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી કોવિશિલ્ડ બનાવતી કંપની સીરમ ઇન્સ્િટટૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) એ કહ્યું કે તેઓ માંગને પહોંચી વળવા માટે અસમર્થ છે અને વિદેશમાં તેનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે.

 


કંપનીના ચીફ એકિઝકયુટિવ ઓફિસર (સીઈઓ) આદર પૂનાવાલાએ ધ ટાઇમ્સ મેગેઝિન સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી કેટલાક સાહમાં આ બાબતની જાહેરાત કરવામાં આવશે. તો થોડા દિવસો પહેલા પૂનાવાલાએ કહ્યું હતું કે જુલાઈથી સીરમ ઇન્સ્િટટુટ દર મહિને કોવિશિલ્ડના ૧૦ કરોડ ડોઝ બનાવશે. કંપનીએ અગાઉ મેના અંતમાં ઉત્પાદન વધારવાની વાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS