ઓલિમ્પિકની શરૂઆત પહેલા જ ખેલાડીએ કર્યું કાંઈક આવું, ગર્લફ્રેન્ડ પણ ચોંકીને કૂદી પડી

  • July 26, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જ્યારે ઓલિમ્પિક ગેમ્સ શરૂ થાય છે, ત્યારે વિશ્વભરના ખેલાડીઓ તેમાં ભાગ લેવા આવે છે. આ વખતે પેરિસમાં યોજાયેલ ઓલિમ્પિક 2024 માટે તમામ ખેલાડીઓ પેરિસમાં એકઠા થયા છે આજથી જ ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ છે. રમતમાં સ્પર્ધાની ભાવના અને એકબીજાને હરાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વખતે ઓલિમ્પિકની શરૂઆતમાં જ પ્રેમની કેટલીક મીઠી ક્ષણો પણ જોવા મળી રહી છે. હાલમાં જ આર્જેન્ટિનાના એક ખેલાડીએ પોતાના સાથી ખેલાડીને બધાની સામે પ્રપોઝ કરીને ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત મધુર બનાવી હતી. ઓલિમ્પિક્સ 2024માં આર્જેન્ટિનાના ખેલાડીનો પ્રસ્તાવનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ઓલિમ્પિક ગેમ્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આર્જેન્ટિનાના બે ખેલાડીઓની લવ સ્ટોરી સાથે જોડાયેલી એક પોસ્ટ શેર કરી છે, જેને જોઈને લોકો તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. બંને ખેલાડીઓએ આ ઘટનાનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પોસ્ટ કર્યો છે. પાબ્લો સિમોનેટ આર્જેન્ટિનાની મેન્સ હેન્ડબોલ ટીમનો પ્રખ્યાત ખેલાડી છે. તે પોતાની આર્જેન્ટિનાની ટીમ સાથે પેરિસના ઓલિમ્પિક વિલેજ પહોંચ્યો હતો. આર્જેન્ટિનાની મહિલા હોકી ટીમની પ્રખ્યાત ખેલાડી મારિયા કેમ્પોય પણ હાજર હતી.


ખેલાડીએ તેના પાર્ટનરને કર્યો પ્રપોઝ


આર્જેન્ટિનાની આખી ટીમ એકસાથે ફોટો પડાવી રહી હતી. પછી અચાનક પાબ્લો ગ્રુપમાંથી બહાર આવ્યો અને બધાની સામે ઉભો રહ્યો. તેના હાથમાં વીંટી હતી. પછી તેણે ઘૂંટણિયે પડીને મારિયાને પ્રપોઝ કર્યું. મારિયાએ પાબ્લોને જોયો કે તરત જ તે આનંદથી કૂદી પડી અને કૂદવા લાગી. તેને વિશ્વાસ આવતો ન્હોતો. બંનેએ એકબીજાને ગળે લગાવ્યા અને વીંટી પહેરાવી. એ પછી બધા મિત્રો એકસાથે કૂદવા લાગ્યા.


વીડિયો થઈ રહ્યો છે વાયરલ


આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અને તેને 11 લાખ મળી ગયા છે. કેટલાક લોકોએ કોમેન્ટ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો છે. એકે કહ્યું કે, તે હંમેશાથી આ ક્યૂટ કપલનો ફેન રહ્યો છે. ઘણા લોકોએ બંનેને શુભેચ્છાઓ પણ પાઠવી છે. જ્યારે કેટલાક લોકોએ તેને ઓલિમ્પિકમાં જીત માટે અભિનંદન પણ પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application