ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા નવી રાષ્ટ્ર્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગપે રાયની શાળાઓમાં એક ક્રાંતિકારી ફેરફારની શઆત કરવામાં આવી છે. હવે વિધાર્થીઓના મૂલ્યાંકન માટે માત્ર પરીક્ષાના ગુણ નહીં, પરંતુ 'હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ' (સવાગી પ્રગતિ પત્રક) આધારિત નવી પરિણામ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવશે.આ નવીન અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય વિધાર્થીઓના વ્યકિતત્વનું ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવાનો છે.ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪–૨૫થી ધોરણ–૯માં આ પદ્ધતિનો અમલ પાયલોટ પ્રોજેકટ તરીકે શ કરી દેવામાં આવ્યો છે. રાયના દરેક જિલ્લાની ૧૦ ટકા સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આ પ્રણાલી લાગુ કરવામાં આવી છે. આ પાયલોટ પ્રોજેકટના અનુભવો અને તેના અમલીકરણ દરમિયાન મળતા પ્રતિસાદને આધારે, જરી સુધારા સાથે આગામી સમયમાં ધોરણ–૯ ની તમામ શાળાઓમાં તેને સંપૂર્ણપણે લાગુ કરવામાં આવશે. ત્યારબાદ, તબક્કાવાર ધોરણે આ પદ્ધતિનો વ્યાપ ધોરણ–૧૨ સુધી વિસ્તારવામાં આવશે.
એનસીઈઆરટી દ્રારા તૈયાર કરવામાં આવેલું આ પ્રોગ્રેસ કાર્ડ પરંપરાગત માર્કશીટ કરતા તદ્દન અલગ છે. તેનું મૂલ્યાંકન ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું હશે:
વિભાગ–એ (શૈક્ષણિક સિદ્ધિ), વિધાર્થીની શૈક્ષણિક પ્રગતિ, સર્જનાત્મકતા, વિચારશકિત અને સ્વ–મૂલ્યાંકનનો સમાવેશ.
વિભાગ–બી (સામાજિક અને નેતૃત્વ કૌશલ્ય): ગ્રુપ પ્રોજેકટમાં સહભાગિતા, ટીમ વર્ક અને વિધાર્થીના નેતૃત્વ ગુણોનું મૂલ્યાંકન.
વિભાગ–સી (વિશ્લેષણાત્મક અભિગમ): સમસ્યા આધારિત સંશોધન, તાર્કિક ક્ષમતા અને વિશ્લેષણાત્મક કૌશલ્ય પર ધ્યાન.
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આ નવી પરિણામ પદ્ધતિ વિધાર્થીઓને માત્ર પુસ્તકિયા જ્ઞાન સુધી મર્યાદિત નહીં રાખે, પરંતુ તેમના સવાગી વિકાસ માટે પ્રોત્સાહિત કરશે. આ પદ્ધતિથી વિધાર્થીઓમાં રહેલી છુપાયેલી પ્રતિભાઓ બહાર આવશે અને તેમના વ્યકિતત્વનું યોગ્ય ઘડતર થશે. આ ફેરફાર શિક્ષણના મૂળભૂત હેતુને સાર્થક કરવામાં અને વિધાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરવામાં અત્યતં મદદપ સાબિત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application