કોઠારીયા સોલ્વન્ટ પાસે કારખાનામાં વિકરાળ આગમાં અંદાજીત દોઢ કરોડથી વધુનું નુકસાન

  • March 11, 2021 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બપોર બાદ કિચનવેરના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી:પતરાનો શેડ ધરાશાયી થતા જેસીબીની મદદ લેવી પડી

 


કોઠારીયા સોલ્વન્ટ પાસે માલધારી ફાટક નજીક આવેલા મહાદેવ ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલા એચ. વી. ઈન્ડસ્ટ્રીઝ નામના કિચનવેરના કારખાનામાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. છ ફાયર ફાઈટરોએ ત્રણેક કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી હતી.જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું ન હતું.આ વિકરાળ આગમાં અંદાજીત દોઢ કરોડથી વધુનું નુકશાન થયું હોવાનું માલુમ પડ્યું છે.

 


કોઠારીયા સોલ્વન્ટ પાસે માલધારી ફાટક નજીક આવેલા મહાદેવ ઈન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલા એચ. વી. ઈન્ડસ્ટ્રીઝ નામના કિચનવેરના કારખાનામાં ભીષણ આગ લાગ્યાનો બપોરે કોલ મળતા જ જુદા-જુદા ફાયર સ્ટેશનેથી છ ફાયર ફાઈટરો સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ પહોંચ્યો ત્યારે કારખાનાનો પતરાંનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. તમામ ફાયરમેનોએ પાણીનો અને કેમિકલ ફોમનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. આખરે ત્રણેક કલાક બાદ આગ સંપૂર્ણ કાબૂમાં આવી હતી.

 


આગમાં કારખાનામાં રહેલી તમામ મશીનરી, કિચનવેરનો સામાન, કાચો માલ, ઓફિસ તેમાં રહેલ કમ્પ્યુટર, એસી, સીસીટીવી કેમેરા, ટીવી, ફર્નિચર વગેરે સળગીને ખાખ થઈ ગયા હતા.આગની ઘટના બાદ પતરાંનો શેડ વગેરે ખસેડવા માટે જેસીબી મશીન પણ બોલાવવું પડયું હતું.આગમાં અંદાજીત દોઢ કરોડથી વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવમાં આવી રહ્યું છે.કારખાનાના માલિક પ્રફુલભાઈ પરસોતમભાઈ શિંગાળા હોવાનું માલુમ પડ્યું હતું.જોકે સદનસીબે બુધવાર હોવાથી કારીગરો અડધો દિવસ કામ પર આવ્યા બાદ ચાલ્યા ગયા હોય કોઈ જાનહાનિ થઈ ન હતી. શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવામાં આવ્યું હતું.પરંતુ સાચું કારણ એફએસએલની તપાસ પછી જ બહાર આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS