આજકાલ દ્વારા માતાજીની પ્રતિમાની સ્થાપના: રોજે રોજ આરતી-આરાધના થશે

  • October 28, 2020 02:04 AM 1059 views

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે રાજ્યમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી બંધ રાખવામાં આવી છે અને આજકાલ દૈનિકે પણ તેના મેગા નવરાત્રીના આયોજનને આ વર્ષે અલ્પવિરામ આપ્યું છે, પરંતુ માતાજીની આરતી અને પૂજાની પરંપરા યથાવત રાખી છે. આજથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આવનારા નવ દિવસ સુધી આજકાલ દૈનિક દ્વારા માતાજીની પૂજા અને આરતીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આજે પ્રથમ નોરતે માતાજીની સ્થાપ્ના કર્યા બાદ સ્તુતિ સાથે માતાજીની વંદના કરાશે. રોજ રાત્રે 9-30થી 11 દરમિયાન આજકાલ દ્વારા તેના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી અગાઉના નવરાત્રી મહોત્સવોની ઝલક પ્રસારીત કરવામાં આવશે. આજકાલના ડિજિટલ પ્લેટફોર્મ ઉ5રાંત રસીયાઓ ફેસબૂક, યુટ્યુબ તેમજ સીટી ન્યુઝના માધ્યમથી પણ આજકાલ નવરાત્રીનો લાભ લઇ શકશે.


આજકાલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાનાર ખેલૈયાઓને સરપ્રાઇઝ ગિફટ આપવાનું આયોજન પણ છે.

આ આયોજન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના તમામ નિયમોનું પાલન ચૂસ્ત પણે કરવામાં આવશે અને માતાજીની આરતીનો લાભ લેનારા દરેક વ્યક્તિને માસ્ક પહેરવો પણ ફરજીયાત રહેશે. આ વખતે કોરોનાની મહામારીના કારણે આખા ગુજરાતમાં અર્વિચિનઅને પ્રાચિન ગરબા રદ કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના શ્રેષ્ઠ એવા આજકાલ ગરબા પણ આ વખતે રદ કરવામાં આવ્યા છે પરંતુ છેલ્લા 10 વર્ષથી ચાલી આવતી પરંપરાને પણ જાળવવી જોઈએ તેવી લાગણીને ધ્યાનમાં રાખીને આજકાલ દ્વારા નવરાત્રી દરમિયાન માતાજીની આરતી અને પૂજા કરવાનો નક્કી કરવામાં આવ્યું છે.


આજકાલ ગરબા મહોત્સવ અને વિરાણી હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે હંમેશા પ્રિય રહ્યું છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ આ નવરાત્રી મહોત્સવનો હિસ્સો બનતા હોય છે. એટલું જ નહીં લાખોની સંખ્યામાં દર્શકોએ રૂબરૂ તેમજ લાઈવ પ્રસારણના માધ્યમથી આ મહોત્સવને માણેલો છે. દર વર્ષે ખેલૈયાઓ ઉપર ઈનામોનો વરસાદ પણ કરવામાં આવતો હતો. આ વર્ષે કોરોનાના કારણે કેટલીક મયર્દિાઓ હોવાથી નવરાત્રી મહોત્સવનું આયોજન સિમિત રાખવામાં આવ્યું છે. પરંતુ આજકાલના નવરાત્રી મહોત્સવમાં હિસ્સો બનનારા ખેલૈયાઓને ઈનામ આપવાની પરંપરા આ વખતે યથાવત રાખવામાં આવી છે અને પસંદ કરાયેલા ખેલૈયાને ઈનામ પણ આપવામાં આવનાર છે.

  • દરરોજ પ્રસારણ
  1. સિટી ન્યૂઝ પર રાત્રે 9-30થી
  2. ટીવી-9 પર રાત્રે 10થી 11

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application