રોજ રાત્રે સૂતા પહેલા ત્વચા માટે કરો આ કામ, ઉનાળામાં પણ સ્વસ્થ રહેશે સ્કીન

  • May 11, 2021 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટ્રેસ, બદલતી ઋતુ, ગરમી, ઠંડી અને વધતી ઉંમર આ દરેક વસ્તુની અસર આપણી ત્વચા પર સૌથી પહેલા થાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ ત્વચાની દુશ્મન બની જાય છે. ઉનાળામાં સ્કીન ટેન, સન બર્ન, અળાઈ, ખીલ, ઓઈલી સ્કીનની સમસ્યાઓ વધી જાય છે.  પરંતુ આ સમસ્યાને આપણે કેટલાક ઘરેલું ઉપાયો અપનાવીને દૂર કરી શકીએ છીએ અને લાંબા સમય સુધી ચહેરાનો ગ્લો જાળવી શકીએ છીએ. 

 

દહીં અને મધનો ફેસ પેક

ચમકતી ત્વચા મેળવવા માટે જો રોજ રાત્રે તમે સુતા પહેલા બે ચમચી દહીં સાથે મધનું મિશ્રણ ઉમેરી તમારી ત્વચા પર લગાવશો તો તે તમારી સ્કીનને ગ્લોઇંગ રાખવામાં ઘણી મદદ કરી શકે છે.  



એલોવેરા જેલ અને કોફી પેક

એક બાઉલમાં 2 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી કોફી લો અને તેને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને આખા ચહેરા પર લગાવો. તેને ઓછામાં ઓછી 20 મિનિટ માટે લગાવી રાખો. ત્યારબાદ હળવા હાથથી માલિશ કરી અને હુંફાળા પાણીથી તેને સાફ કરો. 

 

આ બંને ઘરગથ્થુ ફેસપેક તમને તમારી ત્વચાને સુંદર રાખવામાં મદદ કરશે. તેનો ઉપયોગ નિયમિત કરવાથી તમને ફરક જોવા મળશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS