એસ્સાર પોર્ટ્સની બીજા ત્રિમાસિક ગાળામાં 12.6 મિલિયન ટન કાર્ગોની આવક

  • October 28, 2020 02:04 AM 667 views

અગ્રણી ખાનગી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપ્ની એસ્સાર પોટ્ર્સને 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા માટેના પરિણામો જાહેર કરતાં આનંદ થાય છે. કંપ્નીએ આ ગાળામાં 12.6 મિલિયન ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જે 30 જૂન, 2020ના રોજ પૂર્ણ થયેલા અગાઉના ત્રિમાસિક ગાળા કરતાં 12.5 ટકા વધારે છે. આ રીતે પોર્ટ કોવિડ-19 રોગચાળાને કારણે ઊભા થયેલા પડકારોમાંથી બહાર આવી ગયું છે તથા સ્ટીલ અને વીજ ક્ષેત્રોએ વૃદ્ધિને વેગ આપ્યો છે.


એપ્રિલમાં ભારતે રોગચાળાને નિયંત્રણમાં લેવા દુનિયાનું સૌથી મોટું કડક લોકડાઉન લાગુ થવાથી સાધારણ કામગીરી સંપૂર્ણપણે ઠપ થવા છતાં કંપ્નીએ 30 સપ્ટેમ્બર, 2020ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં 23.8 મિલિયન ટન કાર્ગોની આવક કરી હતી.


એસ્સાર પોટ્ર્સ લિમિટેડનાં સીઇઓ અને એમડી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, અમને એસ્સાર પોટ્ર્સને દેશના આત્મનિર્ભર ભારત બનવાના સ્વપ્નને સાકાર કરવામાં સામેલ થવાનો ગર્વ છે. અમારી કાર્ગો સંચાલન કામગીરી દેશ વૃદ્ધિના માર્ગે પરત ફરવા અને પ્રગતિ કરવા કેટલી હદે આતુર છે એનું ઉદાહરણ છે. અમારા ટર્મિનલોએ છ મહિનામાં 23.8 મિલિયન કાર્ગોનું સંચાલન કર્યું હતું, જેમાં નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં બીજા ત્રિમાસિક ગાળામાં 12.5 ટકાનો વધારો થયો હતો. અમને અમારા કર્મચારીઓ અને અન્ય હિતધારકો પર ગર્વ છે, જેમના થકી આ કામગીરી શક્ય બની છે.


એસ્સાર પોટ્ર્સ ડ્રાઇ બલ્ક, બ્રેક બલ્ક, લિક્વિડ અને જનરલ કાર્ગોના સંચાલન માટે પોટ્ર્સ અને ટર્મિનલ્સના વિકાસ અને કામગીરીમાં કુશળતા ધરાવે છે. ક્ષમતા અને  થ્રૂપુટની દ્રષ્ટિએ આ ભારતમાં ખાનગી ક્ષેત્રનાં સૌથી મોટા ઓપરેટર્સ પૈકીનું એક છે. આ ભારતમાં ચાર ટર્મિનલ્સ ધરાવે છે  પશ્ચિમ ભારતના દરિયાકિનારા પર હઝીરા અને સલાયા (ગુજરાતમાં બંને) એક-એક અને પૂર્વ ભારતમાં વિશાખાપટનમ અને પારાદીપમાં એક-એક. ભારતમાં પોર્ટ ટર્મિનલ્સની હાલ કાર્યકારી ક્ષમતા 110 એમટીપીએ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application