મોરબીમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ, લગ્ન પૂર્વે દુલ્હને વૃક્ષારોપણ કર્યું

  • February 14, 2020 01:42 PM 3 views

હાલ વિશ્વ જયારે ગ્લોબલ વોમીંગની વ્યાપક અસરો નિહાળી રહ્યું છે અને વૃક્ષારોપણ માટે વિવિધ સંસ્થાઓ પ્રેરણા પૂરી પાડી આવી પ્રવૃતિને વેગવંતી બનાવી રહ્યા છે ત્યારે મોરબીમાં પણ વૃક્ષારોપણ અંગે જાગૃતિ જોવા મળી રહી છે તાજેતરમાં એક દીકરીએ લગ્ન પૂર્વે વૃક્ષારોપણ કરીને સામાજિક જવાબદારી નિભાવી સમાજને સંદેશ આપ્યો હતો.


મોરબીના શનાળા રોડ પર શ્રી હરી હાઈટ્સ એપાર્ટમેન્ટના રહેવાસી અવનીબેન પ્રવીણભાઈ અઘારાના શુભ લગ્ન લેવાયા હોય અને તાજેતરમાં હલ્દીની રસમ ધામધૂમથી ઉજવી હતી ત્યારે દુલ્હન અવની અઘારા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું લગ્નપ્રસંગના માહોલ વચ્ચે દુલ્હને વૃક્ષારોપણ માટે સમય ફાળવીને સમાજને નવી રાહ ચીંધી છે તેમજ લોકોને પણ પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા અપીલ કરી છે.