જાણો કઈ રીતે એક 10 મું ફેલ છોકરી બની 2 કરોડનું ટર્નઓવર ધરાવતા બિઝનેસની માલિક

  • August 09, 2020 05:01 PM 957 views

કાનપુરની પ્રેરણા વર્મા પોતોનો બિઝનેસ શરુ કરવા માંગતી છોકરીઓ માટે પ્રેરણા સ્વરૂપ છે. ઘરની ખરાબ પરિસ્થિતિને કારણે 10 મું પણ પાસ ન કરી શકેલી પ્રેરણા આજે કરોડપતિ છે.

 

ઘરની આર્થિક પરિસ્થિતિ તંગ હોવાથી પ્રેરણા નાની ઉંમરે જ નોકરી કરવા લાગી હતી. તેમાં તેને માત્ર 1200 રૂપિયા પગાર મળતો. સાથે સાથે તેનુમ ભણતર પણ ચાલુ જ હતુ. સવારે 6 થી 10 તે ક્લાસ ભરવા જતી અને પછી 10 થી 6 નાકરી કરતી. નોકરી પતાવ્યા પછી સાંજે સાડા સાત વાગ્યે બાળકોનું ટ્યુશન લેતી. રાત્રે પોતાનું ભણવાનું કરતી.

 

એક દિવસ તેની મુલાકાત લેધર (ચામડા) ની વસ્તુઓનો વ્યાપાર કરનારા એક વ્યક્તિ સાથે થઈ. જેણે પ્રેરણાને તેનું માર્કેટિંગ કરવાની ઓફર કરી. જો ધંધો સારો ચાલ્યો તો તેને પાર્ટનરશિપની ઓફર પણ આપી. તેને આ વસ્તુઓમાં વધારે સમજ ન પડતી હોવા છતા ઓફર સ્વીકારી.

 

એક મહિનાનાં સમયમાં જ પ્રેરણાએ ઘણાં ગ્રાહકો ભેગા કર્યા. પોતાની પ્રગતિને જોતા તેના પાર્ટનરે ઈર્ષાભાવથી પીડાયને પાર્ટનરશિપ તોડી નાખી. ગ્રાહકોને આકર્ષિ શકવાની પોતાની આવડને જોતા બાદમાં તેણે પોતાનો લેધરની વસ્તુઓનો બિઝનેસ શરૂ કરવાનું વિચાર્યુ. પૈસાની તંગીને કારણે બિઝનેસની શરુઆત તેણે પોતાના ઘરથી જ કરી.

 

ધીરે ધીરે ગ્રાહકો બંધાવા લાગ્યા. પાંચ વર્ષ સુધી તેણે આકરી મહેનત કરી અને પૂરુષપ્રધાન ગણાતી આ લેધર ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યુ. 3500 રૂપિયાથા શરૂ થયેલો આ બિઝનેસ આજે 2 કરોડના ટર્નઓવર સુધી પહોંચી ગયો છે. આજે MBA,  B.Tech ના વિદ્યાર્થીઓને મોટીવેટ કરવા પ્રેરણાને બોલાવવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application