ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને કરેલી ટિપ્પણી પણ ભારતના આ ખેલાડીએ બોલીને નહિ પણ બેટથી આપ્યો જવાબ 

  • August 28, 2021 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારાનું ફોર્મ પડત આવ્યું હોય તેવું દેખાય છે. તેણે ઇંગ્લેન્ડ સામે લીડ્ઝ ટેસ્ટની બીજી ઇનિંગમાં અડધી સદી ફટકારી હતી. લાંબા સમય બાદ પૂજારાના બેટમાંથી પચાસ રન બહાર આવ્યા છે. તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગમાં 45 રન બનાવી આઉટ થયો હતો.

 

પુજારાએ તેની ઇનિંગ્સથી ટીકાકારોને ચૂપ કરી દીધા છે. પૂજારા લીડ્સ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 1 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોને પુજારા વિશે કડક ટિપ્પણી કરી હતી.

 

માઈકલ વોને કહ્યું હતું કે, 'ચેતેશ્વર પૂજારાનું દિમાગ ખોવાઈ ગયું છે. એવું લાગે છે કે પૂજારાએ પોતાનું દિમાગ  ગુમાવી દીધું છે અને પોતાની ટેકનિક પણ ભૂલી ગયો છે. તે માત્ર ક્રિઝ પર ઉભા રહેવા માટે રમે છે. એન્ડરસને તેને શાનદાર રીતે આઉટ કર્યો. બોલ ખૂબ જ સારી રીતે સ્વિંગ થઈ રહ્યો હતો અને પૂજારા માટે આ બોલ રમવો એક ચેલેન્જ હતી.'

 

પૂજારા ખરાબ ફોર્મમાં હતો

 

અગાઉ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પૂજારાએ પાંચ ઇનિંગમાં 17.75 ની સરેરાશથી માત્ર 71 રન બનાવ્યા હતા. આ દરમિયાન તે ત્રણ વખત જેમ્સ એન્ડરસન અને એક વખત માર્ક વુડનો શિકાર બન્યો હતો.

 

પૂજારાએ છેલ્લે જાન્યુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે સિડનીમાં 193 રનની ઇનિંગ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં 521 રન બનાવ્યા હતા. 33 વર્ષીય ચેતેશ્વર પૂજારાની એકંદર ટેસ્ટ કારકિર્દી ખૂબ જ શાનદાર રહી છે. પરંતુ કેટલાક સમયથી પેટ કમિન્સ જેમ્સ એન્ડરસન જેવા ઝડપી બોલરોનો શિકાર બન્યો છે.

 

 

ટીમ ઇન્ડિયા માટે મેચ મુશ્કેલ 

 

ભારતનો પ્રથમ દાવમાં માત્ર 78 રનમાં સમેટાઇ ગયું હતું. જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 432 રન બનાવ્યા હતા. તેણે 354 રનની લીડ લીધી હતી. આ પછી ટીમ ઈન્ડિયાની હાલત બીજી ઈનિંગમાં સારી દેખાતી નહોતી. 34 ના સ્કોર પર તેને કેએલ રાહુલના રૂપમાં પહેલો ફટકો પડ્યો.

 

પરંતુ આ પછી રોહિત શર્મા અને પૂજારાએ ટીમને સંભાળી લીધી. બંનેએ બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી. રોહિતના આઉટ થવાના કારણે આ ભાગીદારી તૂટી ગઈ. તે 59 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિતના આઉટ થયા બાદ પૂજારાએ કોહલી સાથે ભાગીદારી કરી હતી. ત્રીજા દિવસની રમત પૂરી થયા બાદ બંને અણનમ પરત ફર્યા હતા. બંને વચ્ચે 99 રનની ભાગીદારી થઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021