રૂપિયા 23.78 કરોડની રોકડ ઉપરાંત અંદાજે 1.7 કિલો સોનુ અને 50.6 કિલો ચાંદી ભેટ સ્વપે અર્પણ
ચાર ધામ પૈકીના યાત્રાધામ દ્વારકા ખાતે વર્ષ દરમ્યાન લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, છેલ્લા એક દસકામાં દ્વારકા જિલ્લામાં અનેક વિકાસલક્ષી કાર્યો થયા છે, ખાસ કરીને સુદર્શન બ્રીજ, શિવરાજપુર બ્રિજ જેને કારણે કૃષ્ણભક્તોના દર્શનની સાથોસાથ હરવાફરવાના શોખીનો પણ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવે છે, ગત વર્ષે અંદાજે 81.પ0 લાખ યાત્રિકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કયર્િ હતા.
સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાના આંગણે દર વર્ષે દર્શનાર્થી ભાવિકોની સંખ્યા ઉતરોત્તર વધી રહી છે. જગતમંદિરની વર્ષ 2023-24માં અંદાઝે 81.50 લાખ યાત્રિકો ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે આવ્યા હતા. જયારે આ વર્ષ દરમિયાન .23.78 કરોડની રોકડ રકમ પણ ભેટ સ્વપે અર્પણ કરાઇ રહી.સાથો સાથે વર્ષ દરમિયાન અંદાજીત 1.7 કિલો સોનુ તેમજ 50.6 કિલો જેટલુ ચાંદી પણ ભાવિકો દ્વારા ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં અર્પણ કરાઇ હતી.
દ્વારકાના આંગણે દર વર્ષે જન્માષ્ટમી પર્વ ઉપરાંત હોળી-ધુળેટીના ફુલ ડોલ ઉત્સવમાં સહભાગી થવા ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય છે.કાળીયા ઠાકોરની કર્મભૂમિ દ્વારકામાં દર્શનાર્થીઓનો પ્રવાહ વેકેશન સાથે નાના મોટા તહેવારોમાં પણ અવિરત રહે છે.
યાત્રાધામ દ્વારકાના છેલ્લા દશકામાં હરણફાળ વિકાસના પગલે યાત્રીઓ પણ દર વર્ષે વધતા જોવા મળે છે.ખાસ કરી ઓખાથી બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્લ્યુફલેગ શિવરાજપુર બી સહિતના સ્થળોના પગલે દ્વારકા યાત્રિકોની સાથે સાથે સહેલાણીઓમાં પસંદીદા બન્યુ છે.
યાત્રાધામ દ્વારકાના ભગવાન દ્વારકાધીશજી જગતમંદિરમાં સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજીના ભકત પરિવાર દ્વારા પૂજારીના સૌજન્યથી ઠાકોરજીને સુકા મેવા મનોરથ યોજવામાં આવ્યો હતો. ઠાકોરજીના ગુરૂવારના કેસરી વાઘા સહિત રત્નાલંકારથી સુશોભિત દિવ્ય સ્વરૂપ સાથેના સુકા મેવા મનોરથનો ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રત્યક્ષ રીતે લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ઓનલાઈનના વિવિધ માધ્યમોથી પણ લાખો કૃષ્ણભકતો શ્રીજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech