POK ખાલી કરો, બાંધકામ બધં કરો: ચીન–પાક.ને ભારતની ચેતવણી

  • July 30, 2021 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણી ગેરકાયદેસર: પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચૂંટણી કરાવવા પર ભારતે આકરો વિરોધ વ્યકત કર્યેા: ભારતીય ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી



પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માં ચૂંટણી કરાવવા પર ભારતે આકરો વિરોધ વ્યકત કર્યેા છે. વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ ભારતીય ક્ષેત્રો પર પાકિસ્તાનનો કોઈ અધિકાર નથી. તેણે પોતાના ગેરકાયદેસર કબજાવાળા બધા વિસ્તારો ખાલી કરી દેવા જોઈએ.

 


વિદેશ મંત્રાલયે કહ્યુ– પાકિસ્તાને ગેરકાયદેસર કબજાવાળા ભારતીય જમીન ક્ષેત્રમાં આ તથાકથિત ચૂંટણી બીજુ કઈં નહીં પરંતુ પાકિસ્તાન દ્રારા ગેરકાયદેસર કબજાનું સત્ય અને તે ક્ષેત્રમાં તેના દ્રારા કરવામાં આવેલા ફેરફારોને છુપાવવાનો પ્રયાસ છે.

 


વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ–  આ પ્રકારનું કાર્ય ન તો પાકિસ્તાન દ્રારા કરવામાં આવેલા ગેરકાયદેસર કબજાના સત્યને છુપાવી શકે છે અને ન આ ગેરકાયદેસર કબજાવાળા ક્ષેત્રમાં તેના દ્રારા કરવામાં આવેલા માનવાધિકારોના ગંભીર હનન, શોષણ અને લોકોને સ્વતંત્રતાથી વંચિત કરવાના કૃત્ય પર પડદો પાડી શકે છે.
વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ કે, પીઓકેમાં ચૂંટણીને લઈને કહ્યું કે ભારતે આ બનાવટી કવાયત પર પાકિસ્તાની અધિકારીઓ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની આ કવાયતનો સ્થાનીક લોકોએ પણ વિરોધ કર્યેા છે અને તેને નકારી દીધું છે.

 


જણાવી દઈએ કે પીઓકે વિધાનસભામાં કુલ ૫૩ સીટ છે, પરંતુ તેમાંથી ૪૫ સીટો પર સીધી ચૂંટણી કરાવવામાં આવે છે યારે પાંચ સીટો મહિલાઓ માટે અનામત છે અને ત્રણ વિજ્ઞાન નિષ્ણાંતો માટે છે. સીધા ચૂંટાતા ૪૫માંથી ૩૩ સીટો પીઓકેના નિવાસીઓ માટે છે અને ૧૨ સીટો શરણાર્થીઓ માટે છે, જે પાછલા વર્ષેામાં કાશ્મીરથી અહીં આવ્યા હતા અને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં વસી ગયા છે.

 


પીઓકેના વિભિન્ન જિલ્લાની ૩૩ સીટો પર કુલ ૫૮૭ ઉમેદવારોએ ચૂંટણી લડી યારે પાકિસ્તાનમાં વસેલા જમ્મુ–કાશ્મીરના શરણાર્થીઓની ૧૨ સીટો પર ૧૨૧ ઉમેદવારો મેદાનમાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021