ક્યાં છે દારૂબંધી ? રાજકોટમાં પૂર્વ CM રૂપાણીના ઘર નજીક જ મળી દારૂની ખાલી બોટલ, જુઓ Video...

  • September 13, 2023 07:21 PM 

આમ તો કહેવાય છે કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી ફક્ત કાગળ પર જ હોય તેવું કહેવું જરા પણ અતિશયોક્તિ નથી. અવારનવાર દારૂ પીનાર અને દારૂનું વેચાણ કરનારાઓના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે સવાલ ઉઠે છે કે શું આને ખરેખર દારૂબંધી કહી શકાય ?


રાજકોટમાં અવારનવાર દારૂનું વેચાણ થતું હોવાના તેમજ દારૂની બોટલો મળી આવવાના બનાવો બની ચૂક્યા છે અને તેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે જેને લઇને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર નજીક જ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એક બાજુ પોલીસ દારૂબંધી હોવાથી વાતો કરે છે અને બીજી બાજુ ગાંધીના ગુજરાતમાં આ રીતે ખુલ્લેઆમ દારૂની બોટલ મળી આવતા પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ લાગી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application