બીયરના ખાલી કેને દાદાજીને બનાવી દીધા કરોડપતિ !

  • May 10, 2024 01:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આલ્કોહોલ પીવો એ દરેક વ્યક્તિ માટે હાનિકારક છે, તે માત્ર શરીર માટે જ નુકસાનકારક નથી પરંતુ ખિસ્સા માટે પણ નુકસાનકારક છે. ઘણી વખત દારૂના કારણે પરિવાર બરબાદ થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવી વ્યક્તિ છે જેનું ભાગ્ય દારૂના કારણે બદલાઈ ગયું છે. દારૂ પીવાના આ શોખને કારણે તે અમીર બની ગયો.

બ્રિટનના રહેવાસી 65 વર્ષના નિક વેસ્ટન, જે છેલ્લા 42 વર્ષથી બિયરના કેન કલેક્ટ કરી રહ્યા હતા. આ શોખને કારણે તેના ઘરમાં 10,300 ડબ્બા જમા થયા. જેમાંથી કેટલાક તદ્દન દુર્લભ હતા. વેસ્ટે વધુમાં કહ્યું કે આ ટ્રેન્ડ જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે શરૂ થયો હતો અને મને સ્ટેમ્પ્સ અને અન્ય વસ્તુઓ એકઠી કરવામાં મજા આવતી હતી. આ સમય દરમિયાન, મને મારા મિત્રો સાથે દારૂની લત લાગી ગઈ અને મેં ખૂબ બિયર પીવાનું શરૂ કર્યું.


તેમણે વધુમાં કહ્યું કે, “તે દરમિયાન હું બિયરના કેન સ્ટોર કરતો હતો, જેનાથી મને ખૂબ આનંદ આવતો હતો. એક સમય એવો આવ્યો જ્યારે મારા શોખને કારણે મારો રૂમ નાનો થવા લાગ્યો. આ પછી, મેં મારો શોખ પૂરો કરવા માટે 5 બેડરૂમનું નવું ઘર ભાડે લીધું, પરંતુ નિવૃત્તિ પછી મને પૈસાની અછતનો સામનો કરવો પડ્યો. હવે આ બોક્સ રાખવા માટે જગ્યા નહોતી. તેથી મે આમાંથી કેટલાક બોક્સ વેચવાનું નક્કી કર્યું. પહેલા 6000 કેન વેચ્યા, જેમાંથી 13500 ડોલર (રૂ. 14 લાખ) મળ્યા કારણ કે આ તમામ કેન ખૂબ જ અનોખા હતા.


આ પછી મેં ઈટાલીમાં બીયર કેન ડીલરોને 1,800 કેન વેચ્યા, જેના બદલામાં મને 12,500 ડોલર મળ્યા. જો કે, મેં તેમાંથી મોટાભાગના કેન બ્રિટિશ મ્યુઝિયમને દાનમાં આપ્યા છે. આ સિવાય મારી પાસે આવા ત્રણ કેન હતા જે એકદમ દુર્લભ જણાતા હતા. મારી પાસે સૌથી જૂની બીયર 1936ની છે. જે એકદમ અનોખી લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application