વધુ એક શર્મસાર કરતી ઘટના બની, રાજકોટ રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પીઝામાં નોકરી કરનાર યુવતીને મેનેજર કોલ્ડ રૂમમાં લઇ ગયો અને...

  • July 17, 2021 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ મોલમાં આવેલા ડોમીનોઝ પીઝામાં નોકરી કરનાર યુવતીને મેનેજર કોલ્ડ રૂમમાં લઇ જઈ નોકરીમાંથી કાઢી મુકવાની ઘમકી આપી બળજબરી કરી: લગ્નની લાલચ આપી યુવતીના રૂમમાં રહેવા લાગ્યો અને એક વર્ષ સુધી શોષણ કર્યું

 


મૂળ જૂનાગઢ પંથકની વતની અને હાલ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતીએ અગાઉ રિલાયન્સ મોલમાં ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરનાર ઉત્તર પ્રદેશના મથુરાના શખસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં કહ્યું હતું કે, મેનેજરે તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી બળજબરી કરી હતી.બાદમાં લની લાલચ આપી તે તેની સાથે રહેવા ચાલ્યો આવ્યો હતો અને છેલ્લા એક વર્ષ દરમિયાન તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં બેગલુ ઈન્ટરવ્યું માટે જવાનું બહાનું કાઢી રાજકોટ છોડી દીધું હતું અને ત્યાર બાદ યુવતીને લ નહીં ક થાય તે કરી લે તેમ કહી લગ્ન કરવાનું ઇનકાર કરી દીધો હતો. જેથી યુવતીએ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એકટ કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો માલવિયાનગર પોલીસ મથકમાં હાલ રાજકોટમાં ગાંધીગ્રામ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી યુવતી દ્રારા કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા ઉમેશ શર્મા(ઉ.વ ૨૫)નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૩૭૬(૧) ૩૭૬(૨)(કે), ૩૭૬ ૨(એન) અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંધ્યો છે.

 


યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે છેલ્લા એક–દોઢ વર્ષથી રાજકોટમાં ભાડે રાખી રહે છે અને દોઢસો ફટ રીંગ રોડ પર આવેલા રિલાયન્સ મોલમાં ડોમિનોઝ પિઝામાં નોકરી કરતી હતી દરમિયાન અહીં મેનેજર તરીકે નોકરી કરનાર ઉમેશ શર્મા એક દિવસ તેને રિલાયન્સ મોલમાં કોલ્ડમમાં લઈ ગયો હતો અને પોતાની સાથે શરીર સંબધં બાંધવા માટેનું કહ્યું હતું જેથી યુવતીએ તેનો ઇનકાર કર્યેા હતો ત્યારે મેનેજર ધમકી આપી હતી કે, તું મારી સાથે સંબધં નહીં રાખે તો તને નોકરીમાંથી કાઢી મૂકીશ અને જો સંબધં રાખીશ તો તારી સાથે લગ્ન કરીશ આમ કહીને યુવતી સાથે બળજબરી કરી હતી.

 


ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, બાદમાં મેનેજરે તેણીને લગ્નનું વચન આપી તેની સાથે મમાં રહેવા ચાલ્યો આવ્યો હતો અને છેલ્લા એક વર્ષ દરમિયાન લગ્ન કરવાનો વાયદો આપી અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં ગત તા.૪ જુલાઈના ઉમેશ કહ્યું હતું કે,બેગલુરૂમાં નોકરીના ઈન્ટરવ્યું માટે જઈ રહ્યો છું તેમ કહી તેણે રાજકોટ છોડી દીધું હતું. બીજા દિવસે યુવતીએ ફોન કરતા ઉમેશ શર્માએ કહ્યું હતું કે મારે તારી સાથે લગ્ન કરવા નથી જે થાય તે કરી લે. આ સાંભળી યુવતીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું અનુભવાતા અંતે તેણે આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 


પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આરોપી ઉમેશ શર્મા અગાઉ રાજકોટમાં રિલાયન્સ મોલમાં ડોમિનોઝ પિઝા નોકરી કરતો હતો,લોકડાઉન દરમિયાન પીઝા પાર્લર આનદં બંગલા ચોકમાં શિફ્ટ થઈ જતા ઉમેશ ત્યાં નોકરી કરતો હતો. યારે યુવતીનો પરિવાર જૂનાગઢ પંથકના ગામમાં રહે છે અને યુવતી અહીં એકલી રહેતી અને નોકરી કરી પરિવારને આર્થિક મદદપ થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું. યુવતીને લગ્નની લાલચ આપી નાસી ગયેલા મથુરાના શખ્સને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application