મોરબીની હોસ્પિટલોમાં તા.૨૯મી સુધી માત્ર ઇમરજન્સી સેવા ચાલુ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાનો કહેર ગુજરાતમાં પણ વર્તાઈ રહ્યો છે અને પોઝીટીવ કેસોની વધતી સંખ્યા ચિંતાજનક છે ત્યારે ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચ દ્વારા તા. ૨૯ સુધી ઓપીડી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચના પ્રેસિડેન્ટ ડો જયેશ પનારા અને સેક્રેટરી ડો ચિરાગ અઘારાની યાદીમાં જણાવ્યું છે કે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ઇન્ડિયન મેડીકલ એસો મોરબી બ્રાંચ પણ તકેદારીના ભાગરૂપે ઓપીડી સેવા બંધ રાખવાની નિર્ણય કર્યો છે જેમાં તા. ૨૩ માર્ચથી તા. ૨૯ માર્ચ સુધી ઓપીડી સેવા બંધ રહેશે અને અત્યંત જરૂરી અને આવશ્યક ઈમરજન્સી દર્દીઓએ જ મોરબીના ડોકટરો પાસે જવું. તે ઉપરાંત તકેદારીના પગલા લેવા સૂચનો આપ્યા છે જેમાં હોસ્પિટલમાં દરેક પ્રકારના દર્દીઓ આવે જેથી બીજાને ઇન્ફેકશન ના લાગે તે માટે ઈમરજન્સી સિવાય હોસ્પિટલ જવાનું ટાળવું, રૂટીન ચેકઅપ તથા સામાન્ય તકલીફ માટે ફેમીલી ડોક્ટરની ફોન પર સલાહ લેવી, તબિયત અંગે તાત્કાલિક સારવારની જરૂર ના હોય તો બે અઠવાડિયા સુધી હોસ્પિટલ જવાનું ટાળવું, પ્લાન સર્જરી એક મહિના સુધી મોકૂફ રાખવી, ઈમરજન્સી સંજોગોમાં હોસ્પિટલ જવાનું જરૂર પડે તો ફીણ કરીને જવું અને બીજા દર્દીઓથી ઓછામાં ઓછું એક મીટરનું અંતર રાખવું, ઈમરજન્સી સંજોગોમાં દર્દી સાથે એકથી વધુ સગાએ જવું નહિ, હોસ્પિટલમાં સીડીની રેલીંગ, લીફ્ટ, દીવાલ, ખુરશી કે પલંગને અડવાથી દુર રહેવું, હોસ્પિટલ જતા પહેલા અને આવ્યા બાદ હાથ સેનીટાઈઝરથી કે સાબુથી સાફ કરવા અને ડોક્ટરની સલાહ અનુસાર સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS