FIR બાદ એલ્વિશ યાદવના બદલાયા સૂર, મેક્સટર્ન સામે વિડીયો કર્યો જારી

  • March 09, 2024 06:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસ OTT 2 ના વિજેતા અને સોશિયલ મીડિયા સ્ટાર એલ્વિશ યાદવે YouTuber સાગર ઠાકુર (Maxturn) પર હુમલાના કેસમાં પોતાનો પક્ષ રજૂ કર્યો છે. એક લાંબા વીડિયો નિવેદનમાં, એલ્વિશ યાદવે સાગર ઠાકુર પર તેમને જીવતા સળગાવી દેવાની ધમકી આપવાના ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે વિડિયોમાં હુમલા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે અને પોતાના અનુયાયીઓ પાસે માફી પણ માંગી છે.


ઈંસ્ટાગ્રામ પર જાહેર કરાયેલા 14 મિનિટના લાંબા વીડિયોમાં એલ્વિશ યાદવે સમગ્ર મામલાને વિગતવાર સમજાવ્યો છે. આ દરમિયાન તેણે માફી પણ માંગી હતી. એલ્વિશે કહ્યું, “મેં માર માર્યો, હું તેના માટે દિલગીર છું, મેં તેને ખૂબ માર્યો, મારે આટલું બધું ન કરવું જોઈતું હતું. મને તરત જ ગુસ્સો આવે છે. જે લોકો વિચારતા હતા કે આ એલ્વિશની છબી છે, હું એવા લોકોની માફી માંગુ છું કે હું વાસ્તવિક જીવનમાં એવો નથી. હું લડતો નથી."


એલવિશે કહ્યું કે હું એવો નથી કે બિનજરૂરી રીતે લડે, મેક્સટર્નએ તેના વીડિયોમાં દાવો કર્યો છે કે ગુરુગ્રામ પોલીસે તેના આરોપો અનુસાર એફઆઈઆર નોંધી નથી અને જામીનપાત્ર કલમો લગાવી છે. આ આરોપ પર એલવિશે કહ્યું, “જો મારો આટલો પ્રભાવ હોત, જો હું આટલો મોટો માણસ હોત, આટલી રાજકીય શક્તિ હોત તો મેં તમારી એફઆઈઆર પણ દાખલ ન થવા દીધી હોત. તમે ગુડગાંવ (ગુરુગ્રામ) આવ્યા અને મારી સામે એફઆઈઆર નોંધાવી.


એલવીશે કહ્યું છે કે તેઓ આ મામલે તેમના તરફથી પણ કાર્યવાહી કરશે અને તપાસમાં જોડાશે. તેમણે કહ્યું કે દૂર બેસીને ગાળો આપવી સહેલી છે, પરંતુ સામે કોઈ ગાળો આપે તો બધા ગુસ્સે થઈ જાય. તેણે ફોલોઅર્સને કહ્યું કે તમે પણ તમારી શાળા અને કોલેજમાં આ બધું કર્યું હશે. એલ્વિશે કહ્યું કે હું તે તમામ લોકોની માફી માંગુ છું જેઓ કહી રહ્યા છે કે આવું ન થવું જોઈતું હતું. જો કે, આ સાથે એલ્વિશે એમ પણ કહ્યું કે તે સમયે મને જે યોગ્ય લાગ્યું તે જ મેં કર્યું .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application