ચૂંટણી પંચે મંગળવારે લોકસભા ચૂંટણીના બે તબક્કાના મતદાનના આંકડા જાહેર કર્યા. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાનની ટકાવારી 66.17 ટકા હતી અને બીજા તબક્કામાં 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર 66.71 ટકા મતદાન થયું હતું.
પ્રથમ તબક્કામાં લક્ષદ્વીપમાં સૌથી વધુ 84 ટકા મતદાન થયું હતું જ્યારે પશ્ચિમ બંગાળમાં 81.91 ટકા મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં સૌથી વધુ 84 ટકા મતદાન મણિપુરમાં અને 81.17 ટકા આસામમાં થયું હતું. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના બંને તબક્કાના અત્યાર સુધીના અંતિમ આંકડાઓ જાહેર કર્યા છે, એવા સમયે જ્યારે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી અંતિમ મતદાનના આંકડા જાહેર ન કરવા અંગે સવાલો ઉભા થયા છે.
લોકસભા ચૂંટણીમાં કુલ 67.40 ટકા મતદાન
આ સાથે પંચે 2019ના મતદાનના આંકડા પણ જાહેર કર્યા છે. તે સમયે લોકસભા ચૂંટણીમાં કુલ 67.40 ટકા મતદાન થયું હતું. 2019માં લક્ષદ્વીપમાં સૌથી વધુ 85 ટકા અને મિઝોરમમાં 83 ટકા મતદાન થયું હતું. આયોગના ડેટા અનુસાર આ વખતે 2019ની સરખામણીએ મતદાન થોડું ઓછું થયું છે જો કે તેની પાછળ મતદાન યાદીની પારદર્શિતા પણ એક મોટું કારણ હોવાનું કહેવાય છે. પંચે આ વખતે મતદાર યાદીમાંથી 1.68 કરોડ નકલી અને ડુપ્લિકેટ નામો પણ દૂર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech