ભંગારમાં બ્લાસ્ટ થતા વૃદ્ધનું મોત... મહિલા ગંભીર રીતે ઘવાઈ

  • January 07, 2023 06:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ગોકુલ નગરના વિજયનગરમાં ભંગાર ભાંગતી વખતે બ્લાસ્ટ થતા 60 વર્ષથી વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે મહિલાને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં અર્થે ખસેડવામાં આવ્યા છે




60 વર્ષીય લક્ષ્મણભાઈ ચૌહાણનું ઘટના સ્થળે મોતની નીપજ્યું છે જ્યારે કંચનબહેન પરમારને ગંભીર ઇજા થતાં 108ની મદદથી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

વર્ષોથી સ્કેપના ધંધો કરતા લક્ષ્મણભાઈ ચૌહાણ ભંગાર ભાંગી રહ્યા હતા તે દરમિયાન ટોટી ફૂટી હતી અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે તેનું મોતને નીપજ્યું છે.. કારીગર કંચનબેન ને પણ ગંભીર ઇજા થતાં સારવાર અર્થએ ખસેડાયા છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application