BREAKING NEWS

જામનગર​​​​​​​: જોડીયામાં ખેડૂત વૃઘ્ધ પર કુહાડી અને લાકડીથી હુમલો

  • June 16, 2026 04:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર​​​​​​​: જોડીયામાં ખેડૂત વૃઘ્ધ પર કુહાડી અને લાકડીથી હુમલો

પાડોશી દંપત્તિ સામે ફરિયાદ : પાંદડાઓ રસ્તાની બાજુમાં મુકતા બબાલ

જોડીયા નજીક વાડી વિસ્તારમાં એક વૃદ્ધ ખેડૂત પર કુહાડી અને લાકડી વડે હુમલો કરવામાં આવતા ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જયારે નવાગામ ઘેડ વિસ્તારમાં મહિલાને મુંઢ ઇજા પહોચાડી ધમકી દીધાની આ વિસ્તારમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. 

જોડીયાના લક્ષ્મીપરા સ્થિત સરદાર સોસાયટીમાં રહેતા અને ખેતીકામ સાથે સંકળાયેલા નરભેરામભાઈ પ્રેમજીભાઈ ભીમાણી પોતાની પત્ની ચંદ્રિકાબેન સાથે વાડીમાં ખેતીકામ કરી રહ્યા હતા. દરમિયાનમાં આરોપી નિલેશે કુહાડા વડે ફરીયાદીના પતિને માથામાં ઘા ઝીંકી ગંભીર ઇજા પહોચાડી હતી અને હાથમાં ઇજા કરી હતી તેમજ નિલેશના પત્નીએ લાકડી વડે માર માર્યો હતો.

ફરીયાદીની વાડીની બાજુમાં વાડી વાવતા નિલેશે પોતાની નાળીયેરીના તાડછા (પાંદડા) જે રસ્તામાં પડેલા હોય એ પાંદડા ફરીયાદીના પતિએ રસ્તાની એક બાજુ મુકતા આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી દઇ હુમલો કર્યો હતો આ બનાવ અંગે ચંદ્રીકાબેન ભીમાણી દ્વારા જોડીયા પોલીસ સ્ટેશનમાં નિલેશ હંસરાજ કુંડારીયા અને તેમના પત્નીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. 

અન્ય એક બનાવમાં જામનગરના નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટીમાં રહેતા સુધાબેન નવીનભાઇ રાઠોડ (ઉ.વ.૫૭) નામની મહિલાએ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા જયદીપ પ્રતાપ સોઢાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. ગઇકાલે ફરીયાદી ઘરે આવતા હતા ત્યારે દિકરીનું છુટુ થઇ ગયેલ હોય તેની વાતચીત કરતા હતા જેથી ફરીયાદી આરોપીના ઘરે જઇ આરોપીના માતાને સમજાવવા જતા આરોપીએ ફરીયાદીને સોફામાંથી નીચે પછાડી દઇ લાતો મારી મુંઢ ઇજા કરીને ધમકી દીધી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application