આમરણ પાસેના બેલડામાં આધેડ પર આઠ શખસોનો ધોકા-કુહાડીથી હુમલો

  • February 26, 2021 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આમરણ પાસેના બેલડા ગામે આધેડ પર આઠ શખસોએ કુહાડી ધારીયા વડે હુમલો કર્યો હતો. જેમાં ઘવાયેલા આધેડને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બેલડા ગામમાં ચણાના ખેતરમાં કોઈએ આગ લગાડી હોય તે બાબતની શંકા રાખી આધેડ પર હુમલો કરવામાં આવ્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ આમરણના બેલડા ગામે રહેતા મગનભાઈ માનસુરભાઈ કુંઠડા (ઉ.વ ૪૫) ઉપર ગઈકાલે સાંજના લાલો, મૂળ માયા, ડાયા, અલ્પેશ, રાહુલ વાસુર દેસુર, હમીર દેસુર,ઇન્દુ સહિતનાઓએ ધારીયા, કુહાડી વડે હુમલો કર્યો હતો.જે હુમલામાં આધેડને ઇજા પહોંચતા પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


આધેડ ચાર ભાઈના પરિવારમાં વચેટ છે.અને ખેત મજૂરીનું કામ કરે છે.હુમલાખોર મૂળુ માયાના ખેતરમાં ચણાનું વાવેતર હોઈ તેમાં કોઈએ આગ લગાવી દીધી હોઈ આ આગ લગાડવા પાછળ મગનનો હાથ હોવાનું માની તેના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
અન્ય બનાવમાં માળિયા (મિ) માં રહેતા આબીદ ઇકબાલભાઈ મોવર (ઉ.વ ૨૦) પર મોહમ્મદ, સિકંદર, સલીમ અને નેક મોહંમદે ઝઘડો કરી ધારીયા અને છરી વડે હુમલો કર્યો હતો.જેથી યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS