ભાવગર: સુજાનસિંહ હત્યા કેસમાં આઠે’ય આરોપીઓને પડી આજીવન કેદ

  • March 26, 2021 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

2019માં કાળીયાબીડના ભગવતી સર્કલમાં ખેલાયેલ લોહિયાળ ખેલમાં સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી જજ આર.ટી.વચ્છાણીએ આપેલો ચૂકાદો2019માં કાળીયાબીડમાં એક સગીર સહિત નવ શખ્સોએ ભરબપોરે સરાજાહેર તલવારો, છરી, પાઈપના ઘા ઝિંકી એક શખ્સની હત્યા કરી નાખવાના ગુનામાં આજે  ડિસ્ટ્રી. એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો અને રજૂ કરેલા આધાર-પૂરાવાઓ ગ્રાહ્ય રાખી તમામ - આઠે’ય આરોપીઓને આજીવન કેદ અને રોકડ દંડની સજા ફટકારી છે.

 

19 જાન્યુ.2019ના રોજ કાળીયાબીડ ભગવતી સર્કલ બજરંગદાસ બાપાની મઢુલી પાસે શિવ પાન પાર્લર નજીક જયદિપસિંહ ઉર્ફે લાખાણી ભાવસિંહ ઉર્ફે વિક્રમસિંહ જાડેજા, જયદિપસિંહ ઉર્ફે જે.ડી.સરવૈયા અર્જુનસિંહ મનુભા સરવૈયા, કોણર્કિ ધર્મેન્દ્રભાઈ હરીભાઈ સોલંકી, હરવિજયસિંહ ઉર્ફે હભા પીપળી મહાવીરસિંહ મહિપતસિંહ ચુડાસમા, હર્ષભાઈ ભરતભાઈ ધરણીદારભાઈ ડોડીયા, મોહીતભાઈ ઉર્ફે મોદી પ્રભાતભાઈ મકવાણા, ઈન્દ્રજીતસિંહ ઉર્ફે ઈનુ વિક્રમસિંહ ગોહિલ, જયદીપ ઉર્ફે ચીનો જોરશંગભાઈ પરમાર તથા અન્ય એક બાળ કિશોર એ તલવાર, છરી, હોકી જેવા હથિયારો ધારણ કરી સુજાનસિંહ લાલજીભાઈ પરમારની હત્યા કરી નાખી હતી. આ ચકચારી ઘટના અંગે ભગીરથસિંહ નરેશભાઈ હડિયલે તમામ આરોપીઓ સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તમામને ઝડપી લીધા હતા.

 


અગાઉ સુજાનસિંહ સાથે ઝઘડાના મામલે પ્રથમ આરોપીને થતી વારંવાર માથાકુટ અને 31 ડિસે.2018ના ડાન્સ બાબતે થયેલી માથાકુટ સહિતની દાઝ રાખી 19 જાન્યુ.એ આ શખ્સોએ ભગીરથસિંહ હડીયલ પર હૂમલો કર્યો હતો અને સુજાનસિંહને પણ હથિયારોના ઘા ઝીંક્યા હતા. આ જીવલેણ ઘટનામાં સુજાનસિંહનું મોત થતા અદાલતમાં ચાલેલા કેસમાં આજે જજ આર.ટી.વચ્છાણીએ ચૂકાદો આપતા આઠે’ય આરોપીઓને આજીવન કેદ અને પાંચ-પાંચ હજાર દંડની સજા ફટકારી છે. સરકારી વકીલ તરીકે વિપુલ દેવમોરારીએ ધારદાર દલીલો કરી ન્યાય અપાવ્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS