આ ઘરેલુ નુસ્ખાઓ અજમાવો અને કોક્રોચને ભગાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગરમી તેમજ વરસાદના દિવસોમાં ઘરમાં કોક્રોચ ની સંખ્યા વધી જતી હોય છે.ખાસ કરીને કિચન અને સ્ટોર રૂમમાં તેમનો ઉપદ્રવ જોવા મળે છે.આમ તો તેને ભગાડવા માટે બજારમાં ઘણી બધી જ વસ્તુઓ મળતી હોય છે પરંતુ કેમિકલયુક્ત પ્રોડક્ટનો વપરાશ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.ખાસ કરીને જે ઘરમાં નાના બાળકો હોય તેમણે આ બધી બાબતો સમજી વિચારી અને ઉપયોગ કરવી જોઈએ.પરંતુ કેમિકલ્સ યુક્ત આ ચીજવસ્તુઓની જગ્યાએ ઘરેલુ નુસ્ખાઓ અજમાવી અને કોક્રોચ માંથી છુટકારો મેળવી શકાય છે. તો ચાલો તેના વિશે જાણીએ.


તમાલપત્ર

 

ઘરના જે ભાગમાં કોક્રોચ રહેતા હોય ત્યાં તમાલપત્રના કેટલાક પાંદડાઓ હાથોથી મસળી અને રાખી દો. આ રીતે કરવાથી તેલ નીકળે છે જેની સુગંધ થી કોક્રોચ ભાગી જાય છે. સાથોસાથ આ પાંદડાઓ થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું જોઈએ.

 

બેકિંગ પાઉડર અને ખાંડ

 

એક બાઉલમાં બેકિંગ પાવડર અને ખાંડને સમાન માત્રામાં નાખી અને સરસ રીતે મેળવો તૈયાર મિશ્રણને એ જગ્યા પર છાંટો જ્યાં બહુ બધા કોક્રોચ રહેતા હોય. એવામાં ખાંડના સ્વાદ કોક્રોચ અને આકર્ષિત કરશે અને બેકિંગ સોડા તેને મારવાનું કામ કરશે. સમયાંતરે આ મિશ્રણને પણ બદલતા રહેવું જોઈએ.

 

લવિંગ

 

લવિંગ ની તે જ સુગંધી કોક્રોચ ભાગી જતા હોય છે આ માટે ઘરના જે ખૂણામાં વધારે કોક્રોચ આવતા હોય તે જગ્યા પર લવિંગ ની કેટલીક કડીઓ મૂકી દો જેનાથી કોક્રોચ તુરંત જ ભાગી જશે.

 

બોરેક્સ

 

કોક્રોચ ને ભગાડવા માટે બોરેક્સ પાઉડરનો છંટકાવ પણ કરવામાં આવે છે પરંતુ તેનો છંટકાવ ખતરનાક સાબિત થઈ શકે છે એવામાં તેનો છંટકાવ કરતી વખતે બાળકોને દુર રાખવા જોઈએ.


કેરોસીન

 

કેરોસીનની સોંગ કારણે કોક્રોચને ભગાવી શકાય છે પરંતુ તેની તેજ સુગંધ સમગ્ર ઘરમાં ફેલાય જાય છે એવામાં તેનો ઉપયોગ થોડું ધ્યાન રાખીને અને સમજી-વિચારીને જ કરવો જોઈએ.

 

આ બાબતોનું રાખો ધ્યાન

 

  • પાણી વાળી તમામ જગ્યાઓ પર જાળી લગાવો.
  • શાકભાજી અને ફળોની ચાલ ને વધારે સમય સુધી ઘરમાં રાખવાની જગ્યા એ તરત જ ડસ્ટબિનમાં નાખી દો.
  • પોતાને સારી રીતે કવર કરી અને રાખવા જોઈએ.
  • ઘરના છે ભાગમાં કોક્રોચ આવતા હોય તે જગ્યાની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
  • દર અઠવાડિયે કિચનની સારી રીતે સફાઈ કરો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS