ઓનલાઈન અભ્યાસની અસર: ૭૨ ટકા બાળકોને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી

  • May 26, 2021 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના કાળમાં વિધાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો છે. જો કે હવે મોટા ભાગના વિધાર્થીઓ આ પધ્ધતિથી એટલી હદે ટેવાઈ ગયા છે કે તેમને શાળાએ જવાની ઈચ્છા જ થતી નથી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્રારા ૬થી૧૧ વર્ષના ૧૫૩૦ બાળકો પર આ અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ૭૨% વિધાર્થીઓને હવે શાળાએ જવાની ઈચ્છા જ થતી ન હોવાનો ખુલાસો થયો છે. નવી પેઢી પર આ ઓનલાઈન પધ્ધતિની લાંબા સમય સુધી અસર રહેશે.હાલની પરિસ્થિતિમાં જયારે શાળાઓ અને કોલેજો બધં છે ત્યારે વિધાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળ્યું. પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજોની યાદ આવતી હતી.

 

 

શાળાએ જવાની માંગણી કરતા હતા. શાળા જલ્દી શ થાય તેવું રટણ કરતાં હતાં. પરંતુ હવે તેમનું વલણ બદલાયું છે.મનોવિજ્ઞાન ભવન દ્રારા હાથ ધરવામાં આવેલાં સર્વેમાં વિધાર્થીઓને યારે પૂછવામાં આવ્યું કે સ્કુલે જવાનું નથી તો કેવું લાગે છે? તેના જવાબમાં ૭૨% વિધાર્થીઓએ જણાવ્યું હતું કે અત્યારે સ્કૂલ યાદ પણ આવતી નથી. ૫૪% વિધાર્થીઓએ કહ્યું કે શિક્ષકોની યાદ પણ આવતી નથી. તેમજ ૮૧% વિધાર્થીઓને શાળા શ થાય તો પણ પોતે ન જાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી. આ ઉપરાંત ૮૦% વિધાર્થીઓએ વગર પરિક્ષાએ પાસ થઈ જવાની મજા આવતી હોવાનું જણાવ્યું હતું તેમજ જો શાળાએ જવાનું થાય તો ખોટી ઉધરસ અથવા છીંક ખાવાનું શ કરી દેશું જેથી શાળાએ જવું ન પડે.

 

 


બાળકોનું બદલાતું વલણ
કિસ્સો ૧: એક ધોરણ ૬નો વિધાર્થી તેના ઘરે બસ એમ જ કહે છે કે હવે શાળા જવું જ નથી બસ ઘરે રહી ભણવા મળે તો શાળા જવાનું શુ કામ? કિસ્સો ૨ : બસ સતત આવી રીતે પાસ થઈ જવાનું. ભણવાની કોઈ ચિંતા નહિ. રમવાનું અને આનદં કરવાનો કિસ્સો ૩ : મોબાઈલથી જ ભણી તો વિડીયો બધં રાખી જે કરવું હોય એ કરી શકી. કલાસમમાં બેસવાની કઈ ચિંતા જ નહીં.

 

કોરોનાની બાળકોના અભ્યાસ પર જોવા મળતી વિપરિત અસર
 બાળકો ઓનલાઇન ભણવાના બદલે માત્ર વિડિઓ ચાલુ રાખી બીજી રમતે ચડી જાય છે.
 ૧ વર્ષથી સ્કૂલે ગયા નથી તો પણ પાસ થઈએ છીએ, બસ આવું જ ચાલે તો મજા પડી જાય. ભણવાનું નામ પડે તો કંટાળો આવે છે.
 વિકાસ અને સર્જનાત્મક શકિતમાં ઘટાડો.
 મૌખિક અભિવ્યકિતમાં ખામી આવી.
 વાંચન ક્ષમતામાં ઘટાડો
 લેખન ક્ષમતાની ઝડપમાં ઘટાડો
 ઓનલાઇનને કારણે મોબાઈલ પ્રત્યે વધતું આકર્ષણ
 શિક્ષક અને વિધાર્થી વચ્ચેની આંતરક્રિયામાં જોવા મળતું અંતર
 નવું શીખવામાં રસ ન દાખવવો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS