આજે રાત્રે ઉપછાયા ચંદ્રગ્રહણ, જાણો ક્યાં અને કેવી થશે અસર

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે રાત્રે 5 જુનના રોજ 5hવર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે ગ્રહણની વાસ્તવિકતા વિશે જાણીએ કે આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણને ધાર્મિક રીતે બહુ વધારે માન્યતા આપવામાં નથી આવતી પરંતુ ગ્રહણ દરમિયાન થોડી ઘણી સાવધાની રાખવી જરૂરી છે. 11:15 મિનિટે શરૂ થશે અને 2 : 34 કલાકે પૂર્ણ થશે. આ ચંદ્રગ્રહણ જયેષ્ઠ પૂર્ણિમાના દિવસે લાગુ પડી રહ્યું છે, ચાલો જાણીએ ચંદ્રગ્રહણ ક્યારે ક્યાં અને કેવી રીતે જોવા મળશે ભારતમાં તેની શું થશે અસર.

 

આ ચંદ્રગ્રહણ એશિયા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળશે. ભારતમાં પણ આ ગ્રહણ નિર્ધારિત સમય પર જોવા મળશે પરંતુ ઉપછાયા ગ્રહણ હોવાના કારણે અહીંથી કોઈપણ રીતે ધાર્મિક કાર્યો પ્રતિબંધિત નહીં રહે. રાત્રે કુલ ત્રણ કલાક સુધી આ ચંદ્રગ્રહણ આકાશમાં જોવા મળશે ગ્રહણ કાળમાં ચંદ્રમા કોઈ સ્થળો પર કપાયેલો હોવાના બદલે પૂર્ણ આકારમાં પણ નજરે પડશે ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમા વૃશ્ચિક રાશિમાં રહેશે.

 

આ વખતનું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ માટે કોઈપણ કાર્ય કરવા પર પ્રતિબંધ રાખવામાં આવશે નહીં આ ગ્રહણમાં ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં જ્યેષ્ઠ નક્ષત્રમાં લાગુ પડવા જઈ રહ્યો છે વૃશ્ચિક રાશિના લોકોને ચંદ્ર ગ્રહણના સમયે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

 

ઉપછાયા ચંદ્રગ્રહણ છે કે જેમાં ચંદ્રગ્રહણ શરૂ થવાના પહેલા ચંદ્રમા ધરતીની ઉપર છાયામાં પ્રવેશ કરશે.જ્યારે ચંદ્ર પૃથ્વીની વાસ્તવિક છાયામાં પ્રવેશ કર્યા વિના બહાર નીકળી આવે છે તો તેને ઉપછાયા ગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્રમાં જ્યારે ધરતીની વાસ્તવિક છાયા માં પ્રવેશ કરે છે ત્યારે તેને પૂર્ણ રૂપથી ચંદ્ર ગ્રહણ માનવામાં આવે છે.  ઉપછાયા ચંદ્રગ્રહણને વાસ્તવિક ચંદ્રગ્રહણ માનવામાં આવતું નથી. જ્યોતિષમાં પણ ઉપછાયાને ગ્રહણનો દરજ્જો આપવામાં આવ્યો નથી.

 

આ માટે બાકી ગ્રહની જેમ જ આ ચંદ્રગ્રહણ માં સૂતક કાળ લાગતો નથી સૂતક કાળ માન્ય ન હોવાના કારણે મંદિરોમાં કપાટ પણ બંધ રાખવામાં આવશે નહીં કે ન પૂજાપાઠ રોકવામાં આવશે આ દિવસે તમે સામાન્ય દિવસની જેમ જ પસાર કરી શકો છો.

 

જ્યારે સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યની સંપૂર્ણ રોશની ચંદ્રમા પર પડતી નથી આ ઘટનાને ચંદ્રગ્રહણ કહે છે. જ્યારે પૃથ્વી અને ચંદ્રમાની એક સરળ રેખામાં હોય છે જ્યારે ચંદ્ર ગ્રહણની સ્થિતિ હોય છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાની રાત્રે જ જોવા મળે છે, એક વર્ષમાં વધી ને ત્રણ વખત પૃથ્વીના ઉપછાયાથી ચંદ્રમા પસાર થાય છે ત્યારે ચંદ્રગ્રહણ લાગુ પડે છે.

 

ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે જ્યારે પૃથ્વી અને સૂર્ય ચંદ્રમા ની વચ્ચે આવી જાય છે અને ચંદ્રમા ધરતીની છાયા માંથી નીકળે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે પૃથ્વી સૂર્યના કિરણો ને પૂર્ણ રીતે રોકી દે છે ત્યારે પૂર્ણ ચંદ્ર ગ્રહણ કહેવાય છે પરંતુ ચંદ્ર માત્ર એક ભાગ છુપાવે છે જ્યારે આંશિક ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS