યુવતીએ સેક્સટોર્શનની કમાણીથી ખરીદેલો 3.64 કરોડનો બંગલો EDએ જપ્ત કરી લીધો

  • January 12, 2023 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોકોને બ્લેકમેલ કરીને કરોડપતિ બની અર્ચના નાગ

અનેક નેતાઓ અને મોટી હસ્તીઓ પણ છે સામેલ



એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( એ મની લોન્ડરિંગ વિરોધી કાયદા હેઠળ ઓડિશામાં એક કથિત 'સેક્સટોર્શન' કેસમાં મુખ્ય આરોપી અર્ચના નાગનું રૂ. 3.64 કરોડનું ઘર જપ્ત કર્યું છે. મની લોન્ડરિંગની તપાસ નાગ, તેના પતિ જગબંધુ ચંદ, તેના કથિત સહયોગી ખગેશ્વર પાત્રા અને નાગની સહયોગી શ્રદ્ધાંજલિ બેહેરા વિરુદ્ધ ઓડિશા પોલીસની 2022ની બે એફઆઈઆરથી સંબંધિત છે.




એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુખ્ય આરોપી અર્ચના નાગનું રૂ. 3.64 કરોડનું આલિશાન ઘર ભુવનેશ્વર શહેરમાં અને તેની આસપાસ ચલાવવામાં આવી રહેલા હાઇ-પ્રોફાઇલ સેક્સટોર્શન રેકેટની ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં જપ્ત કરવામાં આવ્યું છે."




EDએ કહ્યું કે રાજ્ય પોલીસની ફરિયાદમાં જણાવાયું છે કે મહિલા બ્લેકમેલર અર્ચના નાગ, તેના પતિ (ચંદ)એ શ્રદ્ધાંજલિ બેહેરા અને ખગેશ્વર પાત્રાની મદદથી હાઈ પ્રોફાઈલ અને ધનિક લોકોને લલચાવી અને ગુપ્ત રીતે તેમના વાંધાજનક વીડિયો બનાવીને ફસાવતી હતી.




અર્ચના નાગના લોકોએ લોકો સામે ખોટા પોલીસ કેસ કરવાની અને તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને કરોડો રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી. એજન્સીએ આ કેસમાં અગાઉ રૂ. 56.5 લાખની કિંમતના કેટલાક લક્ઝરી વાહનો પણ જપ્ત કર્યા હતા. હાલ મની લોન્ડરિંગ કેસ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આગળ અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થવાની શક્યતા છે.



પોલીસ રેકોર્ડ મુજબ, 26 વર્ષીય મહિલા બ્લેકમેલર છે. આરોપ છે કે તેના પહેલા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સંબંધો હતા. બાદમાં અંતરંગ પળોની તસવીરો અને વીડિયો જાહેર કરવાની ધમકી આપી બ્લેકમેલ કરતી હતી. કાલાહાંડીના લાંજીગઢમાં જન્મેલી અર્ચનાનો ઉછેર એ જ જિલ્લાના કેસિંગામાં થયો હતો જ્યાં તેની માતા કામ કરતી હતી. 2015માં તે ભુવનેશ્વર શિફ્ટ થઈ ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application