ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિદર ૧૦ ટકા સુધી રહેવાની ધારણા

  • September 13, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાવાયરસ મહામારી ચાલી રહી છે અને અર્થતંત્રની સામે અનેક પડકારો હજુ પણ યથાવત રહ્યા છે અને ઘણા બધા ક્ષેત્રોમાં હજુ પણ સંકટ નું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે અર્થતંત્ર પર બારીક નજર રાખી રહેલા ઇકોનોમિક થિંક ટેન્ક દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે દેશમાં અર્થતંત્રની સ્થિતિ આગામી દિવસોમાં હકારાત્મક રહેશે.

 

એન સી એ ઈ આર ના નિષ્ણાંતો દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં 10 ટકા જેટલી આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે એમ છે અને તેના માટે ના ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.

 

જો કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના પગલાં પર જ માત્ર આર્થિક વૃદ્ધિનો આધાર રહેતો નથી પરંતુ દેશમાં વ્યાપક રસીકરણ થાય તે અતિ આવશ્યક છે અને તેના પર આર્થિક વૃદ્ધિનો ઘણો બધો આધાર રહેલો છે.

 

નાણા મંત્રીએ કહ્યું છે કે અર્થતંત્રમાં ગતિ લાવવા માટે તેની સૌથી સારી દવા એકમાત્ર રસીકરણ જ છે. રસીકરણ સંપન્ન થયા બાદ લોકો સારી રીતે પોતાનું કામ કરી શકશે અને દેશમાં ઉત્પાદનમાં વધારો ત્યારે જ શક્ય છે જ્યારે લોકો આરોગ્યની દ્રષ્ટિએ સુરક્ષિત હોય.

 

નાનાથી માંડીને મોટા કર્મચારીઓ અને ખાસ કરીને મજૂરો અર્થતંત્ર ના પાયાના તત્વો રહ્યા છે અને આ બધા લોકોને સમયસર કોરોના વિરોધી રસી આપવી ખૂબ જરુરી છે કારણ કે એ લોકો આરોગ્યની દ્રષ્ટિએ સલામત હશે તો કામકાજ વ્યવસ્થિત રીતે થઇ શકશે અને અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ગતિ આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application