રાજકોટ જિલ્લામાં 11,62,530 ઘરમાં આર્થિક ગણતરી પુરી: કેન્દ્ર સરકારને મોકલાયો અહેવાલ

  • March 27, 2021 08:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

14 મહિનામાં ક્ષેત્રિય સુપરવિઝન લેવલની કામગીરી 100 ટકા પૂરી: કલેકટર તંત્ર દ્વારા સમીક્ષારાજકોટ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી 14 મહિનાની એકધારી મહેનત બાદ પૂરી કરવામાં આવેલ હોવાની જાહેરાત સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અપાયેલી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં 11,62,530 મિલકતો આવરી લેવામાં આવી છે જેમાં 9,85,256 રહેણાંક, 1,29052 કોમર્શિયલ અને 47625 અન્ય પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે.

 


જિલ્લા આયોજન અધિકારી ટોપરાણી અને જિલ્લા આંકડા અધિકારી વી.બી. માંડલિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ ગત તારીખ 15 જાન્યુઆરી 2020 ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાતમી આર્થિક ગણતરીનો શુભારંભ કરાવ્યો હતો અને રાજકોટ જિલ્લામાં 1979 ગણતરીદારો અને 225 સુપરવાઇઝર મળીને 2204 કર્મચારીઓ અને અધિકારીઓની મદદથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ક્ષેત્રિય તથા સુપરવીઝન લેવલ-1ની કામગીરી 100 ટકા પૂરી કરવામાં આવી છે.

 


ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યક્તિઓ કુટુંબો અને સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક અને આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે જેનો ઉપયોગ નીતિ અને યોજનાઓના ઘડતર માટે કરવામાં આવે છે આર્થિક ગણતરીનું સમગ્ર સંચાલન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેમાં કેન્દ્ર સરકારની ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા કામ કરવામાં આવતું હોય છે પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગુજરાતમાં સાતમી આર્થિક ગણતરી કરવામાં આવી હતી.

 


સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આર્થિક ગણતરી ઘણી મહત્વની છે અને એના પરથી જે તે રાજ્ય જિલ્લા તાલુકા અને ગામમાં જુદા જુદા મહોલ્લામાં કયા પ્રકારના રોજગાર ઉપલબ્ધ છે તેમાં કેટલા લોકો રોકાયેલા છે રોજગાર વધારવા માટે શું કરી શકાય લોકોની સુખાકારી અને આર્થિક પ્રગતિમાં વધારો કરવા કયા પ્રકારના રોજગારોને પ્રોત્સાહન આપવુ અને કયા પ્રકારની યોજના અમલમાં મૂકવી જેવી અગત્યની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે અને લાંબાગાળાના આર્થિક આયોજનમાં એ અતિ ઉપયોગી સાબિત થાય છે.

 


આર્થિક ગણતરીમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
કેન્દ્ર સરકારના ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા હાથ ધરાયેલી સાતમી આર્થિક ગણતરી માં સૌપ્રથમ વખત મોબાઈલ એપ્લીકેશન નો ઉપયોગ કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS