ઝડપથી ખોરાક ખાતા હોય તો ચેતજો,  ગંભીર બીમારી થઈ શકે છે.

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

વર્તમાનમાં ભાગદોડ ભર્યા જીવનમાં લોકોની જીવનશૈલી પણ રફ એન્ડ ટફ થઈ ગઈ છે જેના કારણે લોકો યોગ્ય સમયે ખાવાનું ખાઈ શકતા નથી આ કારણે લોકોને દરેક કામ ફટાફટ કરવાની આદત પડી ગઈ છે. પરંતુ શું તમને ખબર છે કે ફટાફટ અને પરાણે ખાવામાં આવેલો ખોરાક  તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ફટાફટ જમવું એ ખરાબ આદતોમાંથી એક માનવામાં આવે છે. તમે ફટાફટ ખાતા હોય તો સચેત થઈ જાઓ કારણ કે તેનાથી ઘણા નુકસાન થાય છે.

 

ફટાફટ ખાવાના કારણે ઘણી વખત આપણે વધારે પ્રમાણમાં ખાઈ લેતા હોય છે જેના કારણે આપણું વજન વધી જાય છે અને શરીર ઘણી બધી બીમારીઓનું ઘર બની જાય છે ફટાફટ ખાવાના કારણે આપણા મગજ સુધી તે સંદેશ પહોચતો નથી અને જેથી આપણું પેટ ખાલી હોય તેવું આપણને લાગે છે.

 

ફટાફટ ખાવાના કારણે મેદસ્વિતાની સમસ્યા થવી સામાન્ય છે. ફટાફટ ખાવાના કારણે ખોરાક અસંતુલિત થઈ જાય છે જેના કારણે આ સમસ્યા થતી હોય છે માટે ચાવીને અને ધીમે ધીમે ખાવું જોઈએ છે જેથી તમારી મેદસ્વીતા વધે નહીં.

 

ફટાફટ ખાનારા લોકો મોટાભાગે મોટા કોળિયા ભરતા હોય છે અને સરખું ચાવ્યા વિના ગળે ઉતારી જતા હોય છે જેના કારણે ઘણી વખત ડ્રિંકની સાથે ગળે ઉતારતાં હોય છે. આ કારણે ખાવાનું યોગ્ય રીતે પચતું નથી અને અપચાના કારણે પાચનતંત્ર પર અસર થાય છે

 

ખોરાક ફટાફટ લેવાથી ઘણી વખત લોહીની અંદર સુગરની માત્રા વધી જતી હોય છે. આ કારણે ઈન્સ્યુલિનની સમસ્યા થવા લાગે છે. માટે ટૂંકા ગાળા બાદ ડાયાબિટીસ જેવી બીમારી પણ થઈ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS