શાકભાજી અને તેના ઉપયોગમાં લેવામાં આવતા આ મસાલાઓ ન માત્ર લોકોને સ્વાદ આપે છે પરંતુ ઔષધિની જેમ કામ કરે છે. તેને ખાવાથી લોકોની અંદર ઘણા પ્રકારના વિટામીન્સ સાથે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. વિશ્વભરમાં ઘણા પ્રકારના શાકભાજી ખાવામાં આવે છે. જેની ગણતરી કરવી પણ મુશ્કેલી ભર્યું કામ છે. વિભિન્ન દેશોમાં અલગ અલગ સમુદાય વચ્ચે અલગ-અલગ રૂપમાં અલગ પ્રકારના શાકભાજી આરોગવામાં આવે છે. પરંતુ અમે તમને પાંચ એવી શાકભાજી વિશે જણાવીશું કે જે દુનિયાભરના દરેક દેશોમાં ઉગાડવામાં તેમ જ ખાવામાં આવે છે અને આ શાકભાજીને દુનિયાભરના ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ એક્સપર્ટ હેલ્ધી માને છે.
લસણ
લસણને શાકભાજીના મસાલા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ સિવાય તેને માટી અને ઠંડીની ઋતુમાં આરોગવામાં આવે છે. લસણની શોધ હજારો વર્ષ પહેલાં ચીન અને મિશ્ર કરવામાં આવી હતી. ભારતીય આયુર્વેદમાં લસણનું ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે. લસણમાં સૌથી વધારે પાવરફુલ ખાસ કમ્પાઉન્ડ છે. જેનું નામ એલિસીન છે. આ તત્વ ના લાભ મેળવવા માટે દુનિયાભરમાં લસણ આરોગવામાં આવે છે. શોધ દરમિયાન જાણવા મળ્યું છે કે લસણ ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે તેમજ કોલેસ્ટ્રોલની માત્રા તદ્દન નજીવી થઈ જાય છે અને લોહીમાં રહેલા હાનીકારક તત્વો નિવારી શકાય છે, એટલે સુધી કે કેન્સરમાં પણ બચાવ થાય છે.
પાલક
પાલક દુનિયાની સૌથી સાથે વર્ધક શાક માનવામાં આવે છે, પાલકના ઘાટા લીલા રંગના પાંદડામાં બીટા કેરોટીન અને લ્યુટિન જેવા પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો રહેલા છે. આ સિવાય પાલક વિટામીન એનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે, જેના કારણે પાલક ખાવાથી આંખો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહે છે, માત્ર ૩૦ ગ્રામ પાલક ખાઈને તમે ડેઇલી વિટામિન એના ડોઝના 56 ટકા મેળવી શકો છો, આ સિવાય પાલકમાં વિટામીન કે પણ હોય છે અને કેલેરી પણ ખૂબ ઓછી હોય છે, પાલક ખાવાથી હૃદયની બીમારીઓ અને બ્લડ પ્રેશરનો ખતરો ઓછો રહે છે.
બ્રોકલી
બ્રોકલી ને હેલ્થ શાકભાજી ની યાદીમાં સ્થાન મળ્યું છે તેનું કારણ એ છે કે બ્રોકલીમાં બે સૌથી મોટા ખાસ કમ્પાઉન્ડ રહેલા છે જેને ગ્લુકોસાઈનોલેટ અને સલ્ફઓરફેન કહે છે. આ કમ્પાઉન્ડ કેન્સરને રોકવામાં મદદ કરે છે બ્રોકલી ખાવાથી અનેક બીમારીઓનો ખતરો પણ ઘટી જાય છે બ્રોકલીમાં ઘણા બધા પોષક તત્વોની સાથે ફાઇબર બહોળા પ્રમાણમાં રહેલા હોય છે. બ્રોકલી આરોગવાથી તમને દૈનિક જરૂરિયાત ના 116 ટકા વિટામિન કે મળે છે, અને 135 ટકા વિટામિન સી મળે છે આ સિવાય બ્રોકલીમાં ફોલિક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મિનરલ્સ સહિતના તત્વો રહેલા છે, જે હૃદયની બીમારીઓ માંથી તમને બચાવે છે.
લીલા વટાણા
લીલા વટાણા એક ઋતુગત સાક્ષી છે તેને લોકો સિઝનમાં જ રહેતા હોય છે એમાં રહેલાં પોષક તત્વોના ફાયદા વિશે લોકો ઓછું જાણે છે. લીલા વટાણાં સાત વધારે હોય છે અને તેની અંદર કાર્બન તેમજ કેલેરીની માત્રા પણ વધારે હોય છે એક કપ વટાણા ખાવાથી તમને 9 ગ્રામ ફાઈબર અને 9 ગ્રામ પ્રોટીન પણ મળે છે. આ સિવાય વટાણામાં વિટામિન એ, વિટામિન કે, વિટામિન સી, નીયાસીન, ફોલિક, થાઇમિન, રૈબોફ્લેવિન જેવા તત્વો રહેલા છે. રિસર્ચમાં એ બાબત સામે આવી છે કે વટાણાના સેવનથી કેન્સર ઓછા થાય છે અને કેન્સર ને મારવાની પણ શક્તિ ધરાવે છે.
શક્કરિયા
શક્કરિયા એક જાતનો કંદમૂળ છે અને સફેદ સકરીયા કરતા ઓરેંજ કલર નાટક કર્યા વધારે સ્વાસ્થ્યવર્ધક હોય છે દુનિયાભરમાં તેને પોટેટો ના નામથી ઓળખવામાં આવે છે સ્વીટ પોટેટોને વિટામિન એ અને બિટા કેરોટિનનો ખૂબ સારો સ્ત્રોત માનવામાં આવે છે. બીટા કેરોટીન ફેફસાં અને છાતીના કેન્સરથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક મીડિયમ સાઇઝના સક્રિયા ખાવા થી 4 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન વિટામિન બી6, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામિન સી વગેરે મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech