દરરોજ 4 થી 5 મગફળી ખાવાથી આ જાનલેવા બીમારીથી મળે રાહત, એક રિસર્ચમાં થયો ખુલાસો 

  • September 14, 2021 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મગફળી નિયમિત રીતે માર્યાદિત માત્રામાં ખાવાથી શરીરને ફાયદો થાય છે. હૃદયના સ્વાસ્થ્ય માટે મગફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દરરોજ માત્ર 4 થી 5 મગફળી આરોગ્ય માટે વરદાન રૂપ સાબિત થઈ શકે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 'જે લોકો સરેરાશ 4 થી 5 મગફળી ખાય છે તેમને મગફળી ન ખાનારા લોકો કરતા હૃદય રોગનું જોખમ ઘણું ઓછું હોય છે. દરરોજ 4-5 મગફળીનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ ઘટે છે.'

 

હૃદયના સ્વાસ્થ્ય માટે વરદાન

 

અમેરિકન લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 'મગફળી હૃદયની તંદુરસ્તી સુધારે છે. નવા અભ્યાસમાં જાપાની લોકોને સામેલ કરવામાં આવ્યા અને મગફળી સ્ટ્રોકમાં કેટલી અસર કરે છે તે અંગે  અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના ઘણા સારા પરિણામો આવ્યા હતા. તેના પરથી એ સાબિત થાય કે મગફળી નિયમિત ખાવાથી ફાયદો થાય છે. 

 

આ અભ્યાસના લેખક અને Osaka Universityના પ્રોફેસર Satoyo Ikeharaએ જણાવ્યું હતું કે, 'અભ્યાસમાં પ્રથમ વખત અમને જાણવા મળ્યું છે કે એશિયન લોકોમાં મગફળી નિયમિત માત્રામાં ખાવાથી સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકાય છે. અમારું સંશોધન આ સાબિત કરે છે કે જો તમે તમારા આહારમાં દરરોજ મગફળીનો સમાવેશ કરો છો, તો ઇસ્કેમિક સ્ટ્રોક સામે રક્ષણ મેળવી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application