કોરોનાનાં ડર વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવા રોજ ખાઓ આ ૬ વસ્તુ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ કોરોનાનો કેર વ્યાપી રહ્યો છે. રાજ્યમાં હજી કોરોનાનો હજી એકપણ કેસ નોંધાયો નથી પરંતુ આપણે એલર્ટ રહેવાની જરૂર છે. ત્યારે આપણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી જોઇએ. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે બીમારીઓમાંથી પસાર થવું પડે છે. એવમાં સંતૂલિત આહાર લેવાની ખૂબ જરૂર છે.રસદાર ફળ જેવા સંતરા સહિતના ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી શરીરની જંતુઓથી લડવાની ક્ષમતા વધી જાય છે. ફળ ખાતી વખતે તેમા મીઠું, ખાંડ કે ચાટ મસાલો મિક્સ કરવો વધારે યોગ્ય રહેશે.પાણી એક એવી વસ્તુ છે જે શરીરની ગંદકીને બહાર નીકાળી ફેંકે છે. શરીરમાં જામી ગયેલા અનેક પ્રકાકના ઝેરી તત્વને બહાર નીકાળે છે. જેટલુ બની શકે એટલું સાદુ કે નવશેકુ પાણી પીવું જોઇએ અને ઠંડા પાણીના સેવનથી દૂર રહેવું જોઇએ.


તુલસી એન્ટિબાયોટિકનું કામ કરે છે. ચામાં તુલસીના પાન નાંખીને પીવાથી કે તેને સાદા પાણીમાં ઉકાળીને પીવાથી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.દરેક સમયે સલાડનું સેવન કરવું તો યોગ્ય માનવામાં આવે છે. અલગ- અલગ પ્રકારના શાકભાજીના પ્રયોગથી તે પૂર્ણ રીતે પૌષ્ટિક બની જાય છે. તમે ગાજર, કાકડી, ટામેટું, ડુંગળી, બીટનો પણ ઉપયોગ કરી શકો છો.  દરેક ઋતુમાં ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. જેને આખી રાત પલાળી રાખો અને સવારે ઉઠીને ખાવ. આમ કરવાથી શરીરને શક્તિ મળે છે.ફણગાવેલા અનાજ અને દાળ પોષણથી ભરપૂર હોય છે. જે રોગ-પ્રતિકારક શક્તિને યોગ્ય બનાવી રાખવામાં મદદગાર છે અને સાથે જે તેને પચાવવા માટે પણ સહેલું હોય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS