આટલી કાળજી શિયાળામાં પણ તમારું શરીર રાખશે સ્વસ્થ

  • October 28, 2020 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિયાળાની શરૂઆત થતા જ આ ઋતુંની અસર તરત જ આપડી ત્વચા, શરીર અને આપડા રોજીંદા જીવન ઉપર પડે છે.ત્યારે શિયાળામાં આપના શરીરનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી બની જાય છે. ત્યારે થોડીક સાવધાની આપણા સ્વાસ્થ્યની સારી રીતે સંભાળ રાખી શકે છે. તો તમે પણ જાણી લો આ અમુક કાળજી રાખવાની ટીપ્સ

 

શિયાળામાં ત્વચા રુક્ષ થતી હોવાથી પાણીનું સેવન વધુ માત્રામાં કરવું જોઈએ, સાથેજ હર્બલ અને ગ્રીન ટી શરીરનું કેલેસ્ટ્રોલ જાળવી રાખતું હોવાથી તેનું સેવન કરવું જોઈએ .

 

શિયાળામાં પોતાના શરીરનું વજન યોગ્ય માત્રામાં જાળવી રાખવા માટે દરરોજ નિયમિત પણે કસરત કરવી જોઈએ. કારણ કે નિયમિત ચાલવાથી અને કસરત કરવાથી શરીરમાં ગરમી થાય છે અને લોહીનું યોગ્ય માત્રામાં પરીભ્રમણ થાય છે.

 

શરીરમાં બ્લડ શુગરનું યોગ્ય સ્તર જાળવી રાખવા માટે શિયાળાની ઋતુમાં નમકનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ, કારણ કે વધુ પડતું નમકનું સેવન હ્રદયના રોગો નોતરી શકે છે.

 

શિયાળાની ઋતુમાં પોતાના પુરા શરીરને અને ખાસ કરીને પગ, માથું અને કાનને સારી રીતે ગરમ કપડાથી ઢાંકીને રાખો.  અને સમયસર  ૬-૮ કલાકની ઊંઘ લેવી જોઈએ.


 અનાજ, કઠોળ અને દાળો શરીર અને હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. સાથે સાથે પુષ્કળ ફળ અને શાકભાજીમાં રહેલા વિટામિન અને ખનિજો આ મોસમમાં રોગો સામે લડવા માટે ખૂબ ફાયદાકારક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS