ઘરના રસોડામાં રહેલી આ વસ્તુઓ ખાઈ શરીરની ઝીંકની ઊણપ કરો દૂર  

  • May 04, 2021 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શરીરને અન્ય પોષક તત્વોની જેમ ઝીંકની જરૂર હોય છે. પુરુષોને લગભગ 11 મિલિગ્રામ અને સ્ત્રીઓને દરરોજ 8 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે. શરીરમાં તેના અભાવથી ભૂખ ઓછી થવી, વજન ઓછું થવું, રોગપ્રતિકારક શક્તિ નબળી થવી, વાળ ખરવા જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમારે આ પ્રકારની ચીજોને આહારમાં શામેલ કરવી જોઈએ.

 

 

કોળાના બી

 

કોળાના બીજ ઝીંકનો ઉત્તમ સ્રોત છે. આ બીજના સેવનથી તમને ઝીંકની સાથે મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, ફોલેટ અને બીટા કેરોટિન જેવા પોષક તત્વો મળશે.

 

 

દાળ 

 

દાળનું સેવન કરવાથી તમારા શરીરમાં ઝીંકની જરૂરિયાત પૂરી થઈ શકે છે. આ સાથે તે તમારા શરીરમાં કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન્સ જેવા પોષક તત્ત્વોની ઊણપને પણ પૂર્ણ કરશે. 

 

 

મગફળી 

 

મગફળી પણ ઝીંકનો ખૂબ સારો સ્રોત છે, જે દરેક ઘરમાં ઉપલબ્ધ હોય છે. તેના સેવનથી શરીરમાં ઝીંકની ઉણપ દૂર થાય છે, સાથે જ આયર્ન, વિટામિન ઇ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને ફાઈબર જેવા પોષક તત્વો પણ શરીરને મળે છે. 

 

 

તલ

 

ઝીંકની રોજની જરૂરિયાતને પહોંચી વળવા માટે તમે તલનું સેવન પણ કરી શકો છો. ઝીંકની સાથે તે તમારા શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ જેવા ઘણા વધુ પોષક તત્વોની જરૂરિયાતને પણ પૂર્ણ કરશે. 

 

 

લસણ

 

તમે લસણનું સેવન કરીને પણ ખૂબ જ ઝીંક મેળવી શકો છો. લસણની એક કળી દરરોજ ખાવાથી તમને ઝીંક, વિટામિન એ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો મળશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS