કેવો ફળાહાર કરશો કે જેનાથી શરીરમાં પાણીની માત્રા રહેશે સંતુલિત

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ વ્રત રાખવું ખૂબ જ લાભકારક હોય છે. પરંતુ ગરમી દરમિયાન શરીરને હાઈડ્રેટ રાખવું પણ જરૂરી હોય છે. નહીંતર તમને ચક્કર, ઉલટી, સુસ્તી, માથાનો દુખાવો વગેરે સમસ્યા થઈ શકે છે.એવામાં જ્યારે તમને વ્રત વિશે જણાવીશું કે કેવું ખોરાક લેવો જોઇએ જેથી તમે દિવસભર હાઇડ્રેટ રહી શકો અને તમામ સમસ્યાઓથી પણ દૂર રહી શકો.

 

કેટલાક લોકો દિવસની શરૂઆત ચા વીના કરી શકતા નથી પરંતુ જો તમે વ્રત રાખો છો તો સવારે ચા ન પીઓ. તેને બદલે દિવસમાં અન્ય સમયે ચા પી શકો છો. તેમજ દિવસમાં બે કપથી વધારે ચાનું સેવન કરવું જોઇએ નહીં.

 


સવારે ઉઠીને સૌથી પહેલા 1 થી 2 ગ્લાસ પાણી પીવું જરૂરી છે આ માટે દિવસ પર 8 થી 9 ગ્લાસ પાણી પીઓ.

 


જો તમે ઓફિસે જઈ રહ્યા હોય તો સાથે એક ગ્લાસ સ્કિમ્ડ મિલ્ક પીવું જોઇએ. જેનાથી પેટ ભરેલું હોય તેવું લાગશે અને શરીરમાં ડીહાઈડ્રેશન થવાનો ખતરો પણ નહીં રહે. તમે ઈચ્છો તો દૂધની સાથે પલાળેલી બદામ પણ આરોગી શકો છો ‌

 

શરીરને હાઇડ્રેટ કરવા માટે એક નારીયેળનું પાણી કે જ્યુસનું સેવન પણ કરી શકો છો અને તેનાથી પેટ સાફ રહેશે.

 


વ્રત દરમિયાન એવા ફળ આરોગો કે જેમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય. જેમ કે સફરજન, તરબૂચ, દ્રાક્ષ,લીચી, સંતરા વગેરે. જેના દ્વારા શરીરને કેલ્શિયમ પ્રોટીન અને આયર્ન પણ મળશે અને એનર્જી લેવલ પણ જળવાયેલું રહેશે.

 

ભૂખ્યા કે ખાલી પેટે લેવાથી ગેસ એસીડીટી અને પેટ દર્દની સમસ્યા થઈ શકે છે આ માટે થોડી થોડી વાર બાદ ફળો આરોગતા રહો.

 

બપોરે કે સાંજના સમયે મુઠ્ઠી ભરી અને સૂકા મેવાનું સેવન કરવું જરૂરી છે, ખાસ કરીને કિસમિસ ખાવી જોઈએ જેનાથી શરીરમાં નબળાઈની અનુભૂતિ થશે નહી અને શક્તિ વધારવામાં મદદગાર બની રહે છે.

 

તમે ઈચ્છો તો લંચમાં દહીંનું સેવન પણ કરી શકો છો તેના દ્વારા માત્ર શરીર હાઈડ્રેટ રહે છે એટલું જ નહીં પરંતુ ભૂખ પણ કંટ્રોલમાં રહે છે. તમે ઈચ્છો તો દહીંમાં સાબુદાણા કે ફળ મિક્સ કરી અને આરોગી શકો છો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS