ગોળ ખાઓ અને ભગાવો આ તમામ રોગ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ગોળ સ્વાદમાં તો સરસ હોય છે પરંતુ કબજિયાત દુખાવો અને સોજા જેવી ઘણી બધી બીમારીઓને પણ દૂર કરે છે ગોળમા કેરોટીન, નિકોટીન, વિટામીન એ , વિટામીન બી ટુ, વિટામિન સી તથા આયરન અને ફોસ્ફરસ હોય છે.

 

ગોળનો સ્વભાવ ગરમ હોય છે. નવા ગોળને વિભિન્ન બીમારીઓ જેમ કે ખાંસી દમ પેટના કીડા વગેરે માટે ઉપયોગી માનવામાં આવે છે.


ગોળ પાચનતંત્ર અને શ્રેષ્ઠ બનાવે છે, કબજીયાત થી રાહત અપાવે છે, અને ગેસ માટે પણ રાહત અપાવે છે.

 

દૂધ પીતા હોય તેવા બાળકોને જ્યારે માતાનું દૂધ અપૂરતું મળતું હોય ત્યારે તેમના માટે ગોળ લાભકારક સાબિત થાય છે. આ માટે ગોળને સવારે અને સાંજે સફેદ જીરું પાવડર સાથે ઉપયોગ કરવો જોઈએ, જેનાથી દૂધની માત્રા વધી જશે અને યાદશક્તિ ઝડપી થઇ જશે. ગોળનો ઉપયોગ જે વિદ્યાર્થીઓને યાદ નથી રહેતું તેના માટે પણ અસરકારક સાબિત થાય છે, આ વિદ્યાર્થીઓએ ગોળનો પાક બનાવીને ખાવો જોઈએ તેમ જ બોર ની અંદર એનિમિયા ને સરખો કરવાની તાકાત રહેલી છે તથા હિમોગ્લોબિન માત્રામાં વધારો કરી શકે છે, શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

 

આર્થરાઇટિસ ગોઠણના દર્દને સોજાની તકલીફ ધરાવતી વ્યક્તિ માટે ગોળ ફાયદાકારક છે તેનાથી ન માત્ર ગોઠણના દર્દમાંથી રાહત મળશે સોજો પણ ઓછો થશે આ રીતે પથારીમાં સૂતા પહેલા ગરમ પાણી સાથે થોડો ગોળ અને શેકેલા આદુનો ઉપયોગ કરવાથી જુની શરદી અને દર્દમાંથી રાહત થાય છે કબજીયાત ની બીમારી બહુ ઊંડી હોય છે ત્યારે અપચા નું કારણ બને છે પ્રકૃતિએ ગોળમાં એવું તત્વ આપ્યું છે કે જેનાથી કબજિયાત દૂર થાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS