કોરોનાના આક્રમણ સામે સચિવાલયમા સોપો: ઉચ્ચ અધિકારીઓ સંક્રમિત

  • April 08, 2021 08:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાકીના અધિકારીઓ ફિલ્ડમાં: સરકારી કામકાજ ખોરભાયુ

 


ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ 3575 કોરોના નવા કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. કોરોનાના વધી રહેલા કેસના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે રાજ્યનો જ્યાંથી વહીવટ ચાલે છે તે સચિવાલય પણ કોરોનાથી બાકાત રહ્યું નથી. અત્યાર સુધીમાં પાચેક જેટલા મંત્રીઓ ,ધારાસભ્યો , સનદી અધિકારી તેમજ સુરક્ષાકર્મીઓ કોરોનાનો ભોગ બન્યા છે ,પરિણામે સચિવાલયમાં સોપો પડી ગયો છે .મોટાભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ બિનજરૂરી સચિવાલય આવવાનું ટાળી રહ્યા છે.

 


કોરોનાના વધી રહેલા આક્રમણ વચ્ચે રાજ્યનું વહીવટી તંત્ર કોરોનાની મહામારી ને નાથવા તમામ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે અધિકારીઓ જ આ સંક્રમણનો શિકાર થઈ રહ્યા છે પરિણામે રાજ્ય સરકાર ની સ્થિતિ એક સાંધતા તેર તૂટે તેવી થઈ છે.તો બીજી બાજુ રાજય સરકાર દ્વારા તમામ સેક્રેટરીઓના ફિલ્ડમાં જવાના આદેશ આપ્યા છે પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે સિનિયર આઈએએસ અધિકારી ઓ પાંચ દિવસ સુધી જિલ્લાઓમાં રહેશે તેવા આદેશના પગલે સચિવાલય સુમસામ બન્યું છે. સરકારી કામકાજ ખોરવાયું છે.

 


સચિવાલયમાં ખૂબ જ સિનિયર અને કાર્યદક્ષ અધિકારી ગણાતા મહેસુલ અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર ઉદ્યોગ ભવન માં બેસતા એમ.એસ.એમ.ઈ કમિશનર અને સિંચાઈ વિભાગના એમ કે જાદવ તેમજ ઉદ્યોગ ભવન માં બેસતા રણજીત કુમાર પણ ગઈકાલે કોરોનાની ઝપટે ચડયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી કાયર્લિયમાં અને નાયબ મુખ્યમંત્રી કાયર્લિયમાં વધુ ચાર કર્મચારીઓ ચેપગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અગાઉ પાંચ મંત્રીઓ સહિત 20 થી વધુ ધારાસભ્યો અને સરકારના મહત્વના વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના 256 થી વધુ અધિકારીઓ ને કોરોના થયો હતો.

 


છેલ્લા એક વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારી માટે થઈને કાર્યક્ષમ રીતે કામ કરતા એસીએસ પંકજકુમાર અમદાવાદ સિવિલમાં અનેક બેઠકો યોજી ચૂક્યા છે. આમ છતાં તેઓ મુક્ત રહ્યા હતા પરંતુ વિધાનસભામાં થયેલા કોરોના વિસ્ફોટની શૃંખલામાં પોઝિટિવ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પંકજકુમાર ના પત્નીને પણ કોરોના થયો છે ઉદ્યોગ ભવન માં બેસતા કમિશનર રણજીત કુમાર અને તેમની સાથે બેસતા અંગત મદદનીશ સહિત અને અધિકારીઓને ચેપ લાગ્યો છે.
મુખ્યમંત્રી કાયર્લિય ના પી.આર.ઓ નાયબ મુખ્યમંત્રી કાયર્લિયના સેવક બે કમાન્ડો રોજેરોજ થતી કોરોના ટેસ્ટ ડ્રાઈવમા  કુલ 27 જેટલા લોકોને ગઈકાલે ચેપ થયો હોવાની વાત બહાર આવી છે. અત્યાર સુધીમાં સલામતીની ફરજ બજાવતા કમાન્ડો 21 જેટલા કોરોના ગ્રસ્ત થયાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS