આ રીતે ઘર સરળતાથી બનાવે ટેસ્ટી સુરતી ઉંધીંયું, ચાખીને આંગળા ચાટી જશે મહેમાન પણ

  • January 13, 2021 03:18 PM 1018 views

સામગ્રી 

250 ગ્રામ – સુરતી પાપડી
250 ગ્રામ – લીલી તુવેર
100 ગ્રામ – નાના બટેટા
100 ગ્રામ – શક્કરિયા
100 ગ્રામ – કંદ
5થી 6 નાના રીંગણ
2 નંગ – ટામેટા
 

મુઠીયાની સામગ્રી

મેથીની ભાજી ઝીણી સમારેલી
ચણાનો લોટ 200 ગ્રામ
હળદર, મીઠું, ખાંડ જરૂર અનુસાર
લીંબુનો રસ
 

સ્ટફીંગ બનાવવાની સામગ્રી

200 ગ્રામ – નાળિયેરનું ખમણ
1 ચમચી – ખાંડ
1/2 કપ – દૂધ
1 કપ – સમારેલા લીલા ધાણા
1/2 કપ – ઝીણું સમારેલું લીલું લસણ
2થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં
1 ચમચી ખમણેલું આદું
2 ચમચી તલ
 

શાક માટે મસાલો

ગરમ મસાલો
લાલ મરચું
હળદર
મીઠું સ્વાદ મુજબ
હીંગ
તેલ
 

ઉંધીયું બનાવવાની રીત

સૌથી પહેલા મૂઠિયાં બનાવી તૈયાર રાખવા તેના માટે મેથીની ભાજીને ધોઈ તેમાં ચણાનો લોટ, મીઠું, હળદર, ખાંડ, લીંબુ અને તેલનું મોણ નાંખી કણક બાંધી મૂઠિયા બનાવી તેલમાં તળી લો. ત્યારબાદ એક બાઉલમાં ઉંધીયા માટેનો મસાલો તૈયાર કરો, તેના માટે મસાલાની તેલ સિવાની તમામ સામગ્રીને મીક્સ કરી સાઈડ પર રાખો. હવે  બટેટા અને રવૈયાને કાપી તેમાં લીલો મસાલો ભરી લો. બાકી બચે તે મસાલાને સાઈડ પર રાખવો. ત્યારબાદ શક્કરિયા અને કંદને છોલી તેના મોટાં કટકા કરી લેવા અને થોડા તેલમાં સાંતળી લેવા. તુવેર, પાપડીને એક સીટી થાય એ રીતે બાફી અને સાઈડમાં રાખો.
 

હવે એક વાસણમાં તેલ ગરમ મુકો તેમાં ઝીણા સમારેલા ટામેટા બરાબર સાંતળો. તેમાં બટેટા અને રીંગણ ઉમેરી બંનેને બરાબર ચઢવા દો. જ્યારે બંને વસ્તુ અધકરચી બફાઈ જાય એટલે તેમાં પાપડી, તુવેર અને તળેલા કંદ અને શક્કરિયાના ટુકડા ઉમેરી બધા શાકને ધીમા તાપે ઢાંકી અને 5 મિનિટ માટે ચઢવા દો. 5 મિનિટ બાદ તેમાં શાક માટેના મસાલા અને સ્વાદ અનુસાર નમક ઉમેરી ધીરેથી હલાવી 5 મિનિટ પકાવો. 5 મિનિટ બાદ તેમાં સ્ટફીંગ માટે તૈયાર કરેલો મસાલો ઉમેરી અને બધા શાક બરાબર ચઢી જાય ત્યાં સુધી પકાવો. 5થી 10 મિનિટ બાદ ગરમાગરમ ઉંધીયું સર્વ કરો. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application