રાજકોટમાં ભૂકંપથી લોકોમાં ડરનો માહોલ

  • May 17, 2021 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ કોરોનાનો કહેર, બીજી તરફ તાઉતે વાવાઝોડું અને હવે સૌરાષ્ટ્ર્રમાં ભૂકંપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. કુદરતી આફતો જાણે માણસને ડરાવી રહી હોય તેવો માહોલ સૌરાષ્ટ્ર્ર પંથકમાં જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ૩.૩૭ વાગ્યે સૌરાષ્ટ્ર્રમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાજકોટમાં રાત્રે ૩–૩૮ કલાકે ૩.૮ની તિવ્રતાનો ભૂકપં નોંધાયો હતો.

 


રિકટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તિવ્રતા ૩.૮ નોંધાઈ છે અને ભૂંકપનું કેન્દ્ર બિન્દુ રાજકોટથી ૧૮૨ કિલોમીટર દક્ષિણમાં હોવાનું ભારતીય સિસ્મોલોજી વિભાગ દ્રારા જણાવવામાં આવ્યું છે.

 


એક તરફ વાવાઝોડાના કારણે દરિયાકિનારાની પટ્ટી પર રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે વહેલી સવારે આવેલા ભૂંકપના આંચકાએ લોકોને હચમચાવી દીધા છે. આ ભૂકંપની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

 


તૌકેત વાવાઝોડાની આગાહીના પગલે ભા૨ે પવન સાથે વ૨સાદી ઝાપટા વ૨સ્યા હતાં તેની સાથે ભૂકપં પણ ભે બનતાં ૨ાજકોટ, જૂનાગઢ, ઉના, ૨ાજુલા, કોડીના૨ સહિતના ગામોમાં ૨ાત્રીના સમયે ઓછી થી વધુ તિવ્રતાના આંચકાઓ અનુભવાયા હતાં જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS