કોડીનારમાં વહેલી સવારથી વીજચેકિંગના દરોડા: ફફડાટ

  • July 25, 2022 06:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર શહેરમાં ઘણા સમય પછી આજે વહેલી સવારે વીજચેકિંગની ૩૫ ગાડીનો કાફલો કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારરમાં વીજ ચેકિંગ હાથ ધર્યું છે. કોડીનાર શહેરના જિન પ્લોટ, ઉના જાપા, મેમણ સોસાયટી, છારા જાપા, સરદારનગર, વિરાટનગર તેમજ ગામડાંમાં પણ વીજચોરી ઝડપી પાડવા દરોડાનો દોર શરૂ છે.


આ દરોડામાં અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર સહિતની ૩૫ જેટલી ગાડીઓ પુરા બંદોબસ્ત સાથે વીજ ચેકિંગની શરૂઆત કરેલ છે. કોડીનાર જીવીએલના અધિકારી એચ.વી. પરમારે આજકાલ સાથેની ટેલિફોનીક વાતમાં જણાવેલ કે કોડીનારમાં વીજલોસના કારણે અમરેલી અધિક્ષકના આદેશ અનુસાર આવી જ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. અમોને અંદાજ છે કે લાખો ‚પિયાની ચોરી પકડવાની શકયતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application