દરેક દેવતાને પ્રસન્ન કરવા હોય છે ખાસ ફુલ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સનાતન ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા હોવાની માન્યતા છે એમાંથી દરેક દેવનો પોતાનું ખાસ મહત્વ હોય છે.જ્યારે દરેક દેવ અલગ ર્શસ્ત્રની સાથે પોતાનું એક નિશ્ચિત વાહન પણ ધરાવતા હોય છે. આ જ પ્રકારે હિન્દુ ધર્મમાં વિભિન્ન ફૂલોનું વિશેષ મહત્વ હોય છે અને ખાસ કરીને દેવતાઓ અને પોતાના ખાસ ફૂલો હોય છે.


હિન્દુ ધર્મમાં ધાર્મિક અનુષ્ઠાન પૂજન આરતી વગેરે કાર્યો કરવા માટે ફૂલોની જરૂરિયાત અનિવાર્ય છે. આ પ્રકારે ફૂલોની સમજણ શારદા તિલક નામના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે દેવસ્ય મસ્તકં કુર્યાત કુસુમોપહિતં સદા.

 

એટલે કે દેવતાઓનું મસ્તક હંમેશા પુષ્પથી શુશોભિત રહેવું જોઈએ.આમ તો કોઈ પણ ભગવાનને કોઈપણ ફૂલ ચઢાવી શકાય છે પરંતુ કેટલાક ફૂલો દેવતાઓને વિશેષ પ્રિય હોય છે.

 

દેવી-દેવતાઓને પ્રિય ફુલો વિશે ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. માનવામાં આવે છે કે દેવતાઓને તેની પસંદના ફૂલો ચડાવવાથી તેઓ પ્રસન્ન થાય છે, અને સાધકની દરેક મનોકામના પરિપૂર્ણ કરે છે.

 

પંડિત સુનિલ શર્માના જણાવ્યા પ્રમાણે દરેક દેવતાઓનું એક ખાસ હોય છે જ્યારે કેટલાક દેવતાઓને કોઈ ફૂલ અલગ રીતે ચડાવી  દેવામાં આવે તો ઘણી વખત દેવતાઓ નારાજ પણ થઇ શકે તેવા માં આપણે એ જાણવું જરૂરી છે કે કયા દેવતાને થયું ફૂલ પૂજનમાં ચડાવવું જોઈએ.

 

 

પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ

આચાર ભૂષણ ગ્રંથમાં આ પ્રમાણે ભગવાન શ્રી ગણેશને તુલસી દલને છોડીને તમામ પ્રકારના ફૂલો ચઢાવી શકાય છે.ગણેશજીને દુર્વા ચડાવવાની પરંપરા છે ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે દુર્વાના ફરી હિસ્સામાં ત્રણ કે પાંચ પાંદડા હોય છે જે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે.

 

ભગવાન વિષ્ણુ

ભગવાન વિષ્ણુને કમળ મોગરો, જુહી, કદમ, કેવડા, ચમેલી, અશોક, માલતી, વાસંતી, ચંપા, વૈજંતી જેવા પુષ્પ પ્રિય છે કૃષ્ણ ભગવાનને તુલસીદલ ચડાવતા તે શીઘ્ર પ્રસન્ન થાય છે. જ્યારે કારતક મહિનામાં ભગવાન નારાયણનું કેતકીના ફૂલો થી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે.

 

ભગવાન શિવ

ભગવાન શંકરને ધતુરાના ફૂલ , નાગકેસર તેમજ સફેદ ફૂલો, સુખા કમળ, કનેર, કુસુમ વગેરેના ફુલ ચડાવવાનું વિધાનમાં દર્શાવાયું છે જે  ભગવાન શિવને ચઢાવવા જોઈએ.

 

સૂર્યનારાયણ

ભગવાન શ્રી નારાયણની ઉપાસના કરવા માટે સફેદ કમળ, ચંપા, પલાશ, આંકડા, અશોક વગેરે પુષ્પોથી પણ તેમની પૂજા કરવામાં આવે છે કારણ કે આ પુષ્પો તેમને પ્રિય છે.

 

ભગવતી ગૌરી

શંકર ભગવાનને ચડાવાતા પુષ્પો  ભગવતી ગોરીને પણ પ્રિય હોય છે આ સિવાય બેલા ,સફેદ કમળના ફૂલો પણ તેને ચઢાવવામાં આવે છે.

 

લક્ષ્મીજી

માતા લક્ષ્મીનું સૌથી પ્રિય પુષ્પ કમળ છે. તેને પીળા ફૂલ ચઢાવીને પણ પ્રસન્ન કરી શકાય છે તેને લાલ ગુલાબનું ફૂલ પણ ઘણું પ્રિય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS