રાજકોટમાં ૪૩૪૬ લાખના કામોનું ઈ–લોકાર્પણ અને ખાતમુહૂર્ત

  • June 07, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાપાલિકા અને રૂડાના વિવિધ વિકાસકામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહર્ત અને લોકાર્પણ સંપન્ન: રૂા.૧૧૮ કરોડના ખર્ચે નિર્માણાધિન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાઈટ હાઉસ પ્રોજેકટના ૧૧૪૪ આવાસો અને રૂા.૬૭ કરોડના ખર્ચે નિર્માણાધિન રૂડાની આવાસ યોજનાના ૬૧૪ આવાસોનો ઓનલાઈન ડ્રો


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે રાજકોટમાં રૂા.૪૩૪૬ લાખના વિકાસકામોનું ઈ–લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને સવારે ૯–૩૦ કલાકે પ્રમુખસ્વામી મહારાજ ઓડિટોરિયમમાં યોજાયેલા કાર્યક્રમમાં વિકાસકામોના ઈ–લોકાર્પણ અને ઈ–ખાતમુહર્ત ઉપરાંત અરજદારો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આવાસ યોજનાઓનો ડ્રો પણ ઓનલાઈન કરવામાં આવ્યો હતો.

 


રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હસ્તકના વિવિધ પ્રોજેકટનું આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–લોકાર્પણ અને ઈ–ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું તેમજ આવાસ યોજનાનો ડ્રો કરવામાં આવ્યો હતો. મહાપાલિકાના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં (૧) ન્યારી ડેમ વાગુદળના રસ્તે ૧૯૦ લાખના ખર્ચે નિર્માણ થયેલા બગીચા–બાલક્રિડાંગણનું લોકાર્પણ (૨) વોર્ડ નં.૩માં મહર્ષિ અરવિંદ ટાઉનશિપની સામે ૫૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા બગીચાનું લોકાર્પણ (૩) કેકેવી ચોકમાં ૪૬ લાખના ખર્ચે નવા બસ સેલ્ટરનું લોકાર્પણ (૪) ૨૮ લાખના ખર્ચે સાધુ વાસવાણી કુંજ રોડ પર બગીચો (૫) ગોંડલ ચોકડી ખાતે ૨૦ લાખના ખર્ચે બીઆરટીએસ સેલ્ટર સહિતના પ્રોજેકટનું લોકાર્પણ કરાયું હતું. યારે અન્ય વિવિધ પ્રોજેકટના ખાતમુહર્ત કરવામા આવ્યા હતા જેમાં (૧) રૈયાધાર ખાતે ૧૭૪૫ લાખના ખર્ચે નિર્માણ થનાર ટર્સરી ટિ્રટમેન્ટ પ્લાન્ટ (૨) વોર્ડ નં.૧૨માં પુનિતનગર ખાતે ૨૪ મીટર ડીપી રોડનું રિ–ડેવલપમેન્ટ ૫૦૩ લાખના ખર્ચે (૩) રૈયા સ્મશાન ખાતે ચાર કરોડના ખર્ચે ઈલેકટ્રીક અને ગેસ આધારિત સીસ્ટમ (૪) પરસાણાનગર વોંકળા પર આરસીસી બોકસ કલવર્ટ ૩.૬૫ કરોડના ખર્ચે (૫) વિનાયક ફલેટથી જય નંદનવન સોસાયટી સુધી ૭૦ લાખના ખર્ચે ૩૦૦ મીમીની ડીઆઈ લાઈન (૬) વોર્ડ નં.૧૮માં સાંઈ બાબા સર્કલથી માલધારી ફાટક અને ગુલાબનગર રોડ સુધી ૫૮ લાખના ખર્ચે વરસાદી પાણીની લાઈન (૭) વોર્ડ નં.૧૭માં સહકારનગર મેઈન રોડ પર નવી વોર્ડ ઓફિસ (૮) વોર્ડ નં.૧૮માં નારાયણનગર ઈએસઆરથી ભગતસિંહ સોસાયટી સુધી વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોમ વોટરલાઈન ૪૪ લાખના ખર્ચે (૯) વોર્ડ નં.૧૧માં નહેરૂનગર પ્રાઈવેટ શેરી નં.૫થી ૧૫૦ ફટ રિંગરોડ સુધી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન ૨૯ લાખના ખર્ચે (૧૦) વોર્ડ નં.૧માં રૈયાધાર સ્લમ કવાર્ટર પાછળના વિસ્તારોમાં ૨૫ લાખના ખર્ચે ડીઆઈ પાઈપલાઈન (૧૧) વોર્ડ નં.૧માં આલાપ ગ્રીનસિટી પાસે ૧૩ લાખના ખર્ચે ડીઆઈ લાઈન સહિત કુલ ૩૪૨૮ લાખના વિકાસકામોના ખાતમુહર્ત કરવામાં આવ્યા હતા.

 


તદ ઉપરાંત રૂા.૧૧૮૦૦ લાખના ખર્ચે નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના સ્માર્ટ સિટી વિસ્તારમાં નિર્માણ થનારા લાઈટ હાઉસ પ્રોજેકટ આવાસ યોજનાના ઈડબલ્યુએસ–૨ પ્રકારના ૧૧૪૪ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો. યારે રૂડાના વિવિધ પ્રોજેકટનું  ખાતમુહર્ત કરાયું હતું જેમાં ખંઢેરી રેલવે સ્ટેશનથી પરાપીપળિયા રોડ ટૂ કનેકિટંગ એઈમ્સ હોસ્પિટલના ૩૦ મીટરના ડીપી રોડનું રૂા.૪૩૨ લાખના ખર્ચે નિર્માણ થનાર છે તેનું મુખ્યમંત્રીના હસ્તે ખાત મુહર્ત કરાયું હતું. તદ ઉપરાંત ખંઢેરી રેલવે સ્ટેશનથી પરાપીપળિયા રોડ થઈ એઈમ્સ હોસ્પિટલ જતા રસ્તે ૪૮૬ લાખના ખર્ચે રિવર બ્રિજ પ્રોજેકટનું મુખ્યમંત્રીએ ખાતમુહર્ત કર્યું હતું. આ ઉપરાંત રૂડાની ઈડબલ્યુએસ–૧ના ૧૨૯, ઈડબલ્યુએસ–૨ના ૩૨૭, એલઆઈજીના ૧૦૩ અને એમઆઈજીના ૫૫ સહિત કુલ ૬૧૪ આવાસોનો ડ્રો મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્રાજ, શહેર ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પ્રદેશ ભાજપ બક્ષીપચં મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસકપક્ષના નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાંધકામ કમિટી ચેરમેન ચેતનભાઈ પટેલ, વોટરવર્કસ ચેરમેન દેવાંગ માંકડ, ડ્રેનેજ ચેરમેન હિરેન ખીમાણિયા, ગાર્ડન ચેરમેન અનિતાબેન ગોસ્વામી, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરા તથા રોશની કમિટી ચેરમેન જયાબેન ડાંગર સહિતના હોદ્દેદારો અને પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ અને રૂડાના સીઈઓ ચેતન ગણાત્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS