BREAKING NEWS

આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન લેખને સ્થાન મળતાં દ્વારકાના તબીબ સન્માનિત

  • July 10, 2026 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન લેખને સ્થાન મળતાં દ્વારકાના તબીબ સન્માનિત

ગુગ્ગળી બ્રાહ્મણ ૫૦૫ જ્ઞાતિની ડો. રચનાએ શૈક્ષણિક ક્ષેત્રે મેળવી ઐતિહાસિક સિધ્ધિ...

ગુગ્ગળી બ્રાહ્મણ ૫૦૫ સમાજની પ્રતિભાશાળી દીકરી અને એમ.ડી. (કાયચિકિત્સા) ના અભ્યાસ સાથે સંકળાયેલી ડો. રચના નારાયણ વાયડાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેમનો સંશોધન લેખ પ્રતિષ્ઠિતમાં પ્રકાશન માટે પસંદગી પામતાં પરિવાર, સમાજ અને શિક્ષણ જગતમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
​​​​​​​
ડો. રચના નારાયણ વાયડાની આ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક ઉપલબ્ધિ બદલ તેમના પરિવારજનો, માર્ગદર્શકો, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ હર્ષ વ્યક્ત કરી તેમને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ તેમના ભાવિ અભ્યાસ, સંશોધન અને તબીબી કારકિર્દી વધુ સફળ અને ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ ગુગ્ગળી બ્રાહ્મણ ૫૦૫ સમાજ માટે ગૌરવની બાબત બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application