આપીએલમાં હું ક્યારેય બ્રેકફાસ્ટ ટેબલ સુધી ન પહોચ્યો : રોહિત શર્મા

  • May 22, 2020 09:26 AM 342 views

ભારતીય ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કપ્તાન રહી ચૂક્યા છે. આઇપીએલના ઈતિહાસમાં સૌથી સક્સેસફૂલ કેપ્ટન માનવામાં આવે છે. તેઓએ એક નિવેદન આપ્યું છે કે આઈપીએલ દરમિયાન તેઓ ક્યારે પણ બ્રેકફાસ્ટ ટેબલ સુધી પહોંચ્યા નથી.


રોહિત શર્મા તાજેતરમાં તેના સાથી આર અશ્વિનની સાથે ઇન્સ્ટાગ્રામ લાઈવ પર આવ્યા હતા. અહીં તેમણે તેની સાથે તેના ચાહકોને કેટલાક એવા ખુલાસા કર્યા હતા કે તે સાંભળી અને આપણને નવાઈ લાગશે.


તેણે અહીં નિખાલસ કબૂલાત કરી હતી કે આઈપીએલમાં તેઓ નાસ્તાના ટેબલ સુધી ક્યારેય પહોંચી શક્યા ન હતા તેની પાછળનું મુખ્ય કારણ તેની ઉંઘ હતી. આઈપીએલમાં રાત્રે મોડે સુધી મેચ ચાલતી હોય છે ત્યારે ઊંઘવા માટે સમય મળતો નથી. જ્યારે રોહિતને 9 થી 10 કલાકની પૂર્ણ ઊંઘતી હોય સવારે વહેલા ઉઠી શકાતું નથી.


જ્યારે હાલના દિવસોમાં તેને એક વર્ષની નાની દીકરી સમાયરા પણ છે જે પિતા રોહિતની સાથે જ ઊંઘે છે. માટે જ્યાં સુધી સમય ઊંઘતી હોય ત્યાં સુધી તેઓ પણ ઊંઘ લઈ લે છે અને ઉઠ્યા પછી જવલ્લેજ ફરીથી ઊંઘી શકતા હોય છે. જો હાલ દેશમાં કરુણાનો કે નહોતો રોહિત શર્મા પોતાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સાથે આઇપીએલ 13ની સિઝન રમી રહ્યા હોત.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application