રાજકોટના ડુંગરપુર ગામે બે જૂથ વચ્ચે બઘડાટી: પને ઈજા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ તાલુકાના ડુંગરપુર ગામે કોળી અને ભરવાડ જૂથ વચ્ચે ઝઘડો થતાં બંને જૂથના પાંચ વ્યક્તિઓને ઇજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે બનાવને પગલે આજે પોલીસે હોસ્પિટલ દોડી ગઈ તપાસ કરતા સરકારી ખરાબાની જમીન ના પ્રશ્ને ડખો થયો હોવાનું બહાર આવતા પોલીસે સામ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ તાલુકાના ડુંગરપુર ગામે રહેતા અને એમએ સુધીનો અભ્યાસ કરી સરકારી નોકરી માટેની તૈયારી કરતા અનિલ ભુપતભાઇ રાઠોડ નામના ૨૮ વર્ષીય કોળી યુવાને આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત સાંજે તે તેના કાકા દિલીપ ચનાભાઈ સાથે ઘરના ફળિયામાં બેઠો હતો ત્યારે મારા કાકા ચંદુભાઈ છગનભાઇ બાજુના પ્લોટમાં જેસીબી ચલાવી લેવલીંગ કરતા હતા ત્યારે રાણા નાજા ગમારા, લખા નાજા, મહેશ લખા અને રૈયા રેવા ચારેય કુહાડી, ધોકા અને પાઇપ લઈને ધસી આવ્યા હતા અને આ જગ્યા અમારે વાળવાની છે તમે કેમ જેસીબી ચલાવો છો તેમ કહેતા આ જગ્યા પંચાયતે અમોને ફાળવેલી છે તેવું કહેતા ઉશ્કેરાઈને ઝઘડો કરી માથામાં કુહાડી મારી દીધી હતી લોહી નીકળવા લાગતા હું નીચે પડી જતા મારા કાકા દિલીપભાઈ બચાવવા આવતા તેને અને મારા બાપુજી ભૂપતભાઈને કુહાડી અને ધોકાથી માર માર્યો હતો અને દેકારો કરતા ઘરમાંથી અન્ય પરિવારજનો દોડી આવતા તેઓ ભાગી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા 


જયારે સામાપક્ષે ડુંગરપુર ગામે રહેતા અને માલઢોર રાખી ગુજરાન ચલાવતા રૈયાભાઈ રેવાભાઈ ગમારા નામના ભરવાડ યુવાને વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ ડુંગરપુર-હલેન્ડા સીમમાં ૮ વીઘા જમીનમાં વાવેતર કરે છે જેની બાજુમાં સરકારી ખરાબો છે આ ખરાબા મુદ્દે ભુપતભાઇ રાઠોડ અને દિલીપભાઈ રાઠોડ સાથે વિરોધ ચાલી રહ્યો છે ગત સાંજે મારા કાકા રાણાભાઇ ગમારા વાડીએ હતા ત્યારે ભુપત ચનાભાઈ રાઠોડ, દિલીપ ચનાભાઈ રાઠોડ, ભરત કુળજીભાઈ રાઠોડ અને અનિલ ભુપતભાઇ રાઠોડ આવ્યા હતા અને સરકારી ખરાબામાં કોઈના જેસીબી મારફતે મકાન બનાવવા બાબતે લેવલીંગ કરતા હોય તેઓને અટકાવતા ઝઘડો કરી તલવાર માથામાં મારી દીધી હતી મારા કાકા રાણાભાઇ વચ્ચે પડતા તેને તલવાર મારતા હાથમાં ઇજા થઇ હતી તેમજ ધોકાથી માર માર્યો હતો અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા બંનેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા આ અંગે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી બંને કેસમાં પીએસઆઇ જી એન વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application