લોકડાઉનની અસર, નર્મદાનું પાણી 'એ' કેટેગરીનું, ફિલ્ટર કર્યા વિના પી શકાય એટલું થયું શુદ્ધ 

  • May 06, 2021 07:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાના કારણે જે લોકડાઉન થયું છે તેમાં ફરી એકવાર લોકો તેમના ઘરોમાં કેદ થયા છે. પરંતુ આ લોકડાઉન પ્રકૃતિને ફરીથી સોળેકળાએ ખીલી રહી છે. લોકડાઉનના કારણે એ કામ થયું જે કરોડોની યોજનાઓ કરી શકી નહીં.

 

 

જબલપુરમાં ખળખળ વહેતી નર્મદા નદીનું પાણી લોકડાઉનના કારણે શુદ્ધ થયું છે. અહીંનું પાણી એટલું શુદ્ધ થયું છે કે તેને સીધું પી શકાય છે. પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટતા તે એ કેટેગરીમાં આવ્યું છે. એ કેટેગરી એટલે નદીનું પાણી ફિલ્ટર કર્યા વિના સીધું પી શકાય એટલું શુદ્ધ માનવામાં આવે છે. 

 

 

મધ્યપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયામકના જણાવ્યા મુજબ નર્મદા નદીનું પાણી વર્તમાન સમયમાં એ કેટેગરીનું બની ગયું છે. લોકડાઉન થયા બાદ નર્મદાના જળની ગુણવત્તા પર આટલી નોંધપાત્ર અસર થઈ છે. હવે બેક્ટેરિયાના સ્તરમાં પણ ઘણો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ નર્મદા ઘાટ પર સ્નાન કરનારા શ્રદ્ધાળુઓ બંધ થયા છે અહીં કપડા ધોવા, પૂજાની સામગ્રી વિસર્જન કરવી વગેરે કામ બંધ થયા છે. 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS