કોરોનાના કેસ વધતાં વધુ એક જિલ્લામાં 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની સરકારની જાહેરાત

  • March 28, 2021 07:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહારાષ્ટ્રના ઓરંગાબાદ જિલ્લામાં વહીવટીતંત્રએ સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો છે. આ લોકડાઉન હોળીના બીજા દિવસે એટલે કે 30 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ સમય દરમિયાન આવશ્યક સેવાઓ કાર્યરત રહેશે. આ ઉપરાંત આજથી સમગ્ર મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવનાર છે. સરકારે રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ હોળી અને અન્ય તહેવારો સાદગીથી ઉજવે.

 

 

કોરોના વાયરસના પ્રકોપથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં રોજના 1700 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. આ અગાઉ રાજ્ય સરકારે કોવિડ -19 માટે લાગુ કરેલા પ્રતિબંધો 15 એપ્રિલ સુધી વધારવાનો નિર્ણય કર્યો હતો. નાગપુર, ઔરંગાબાદ સહિતના મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

 

 

રાજ્ય સરકારે આ પહેલા મહારાષ્ટ્રમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમય દરમિયાન, મોલ, બગીચા, બીચ, સિનેમા હોલ જેવા તમામ જાહેર સ્થળો રાત્રે 8 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. આજે રાતથી રાજ્યમાં તમામ પ્રકારની ઉજવણી પર પણ પ્રતિબંધ મુકવામાં આવશે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS