કોરોનાની માર : રોહિત અને કોહલીની સેલેરી 30 ટકા સુધી કપાશે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ ના કારણે વિશ્વના બજારમાં મંદી જોવા મળી રહી છે ત્યારે ભારતીય ક્રિકેટર પણ તેનાથી અલિપ્ત રહી શક્યા નથી. ભારતીય ક્રિકેટના મોટા ચહેરાઓ અને મોટી કંપનીઓ ઝટકો આપવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટર ઘણી નામી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બની અને કાગડી સેલેરી વસૂલ કરે છે, ત્યારે આ બાબતમાં સૌથી વધારે આગળ ભારતીય કેપ્ટન છે.

 

ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે 200 કરોડ રૂપિયાની કમાણી કરનારા કોહલી અને ભારતીય રોહિત શર્માને  એન્ડોર્સમેન્ટમાંથી મળનારી ગેલેરી પર 30 ટકા સુધીનો કાપ મૂકવામાં આવી શકે છે. આ યાદીમાં મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યાના નામનો પણ સમાવેશ થાય છે. ક્રિકેટ વિશ્વ કપમાં કોઈ મેચ ન રમવાને કારણે તેમની સેલેરી પર 30 ટકાથી વધારે આપવામાં આવી શકે છે.

 

જેમાં વિરાટ કોહલીની વાર્ષિક આવક 900 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જેમાંથી 7 કરોડ રૂપિયા બીસીસીઆઈ કોન્ટ્રાકટ દ્વારા મળે છે. કોહલીની કમાણીનો મોટો ભાગ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ અને એન્ડોર્સમેન્ટ માંથી થાય છે. કોહલી દર વર્ષે 17 કરોડ સિઝન દીઠ આરસીબી પાસેથી મેળવે છે.

 

જ્યારે રોહિત શર્માની વાર્ષિક આવક 100 24.5 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. બે વર્ષ પહેલા રોહિત પાસે માત્ર 16 એન્ડોર્સમેન્ટ હતા પરંતુ વિશ્વ કપ 2019 માં તેના શાનદાર પ્રદર્શન બાદ તેની સંખ્યા 36 થી વધી ગઈ હતી. 17 કરોડ તેને આરસીબી પાસેથી મળે છે,  અને 7 કરોડ રૂપિયા બીસીસીઆઈએ કોન્ટ્રાકટ દ્વારા પ્રાપ્ત થાય છે.


રિપોર્ટ પ્રમાણે અન્ય ઘણા એવા છે કે જે ખેલાડીઓ સાથે કરાર પૂર્ણ કરવાની પણ વાતચીત કરી રહ્યા છે. કેટલા ક્રિકેટરોના જુદા જુદા આઈપીએલને જોઈને પોતાના  એમ્બેસેડર બનાવ્યા હતા. આઇપીએલ ન થવાના કારણે હવે તે તમામ રદ થવાની સંભાવના છે એવું માનવામાં આવી રહ્યું છે કે આઈપીએલ યોજવામાં આવે તો પણ કંપનીઓની સ્થિતિ સારી નથી કે તે ખેલાડીઓ પર પોતાના પૈસા ખર્ચી શકે.

 

રમત જગત સાથે જોડાયેલા ખેલાડીઓને નાણાકીય ઝટકો લાગવાનો મુખ્ય કારણ ચીની વસ્તુઓ પરનો પ્રતિબંધની ઝુંબેશ પણ જવાબદાર હોવાનું સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહ્યું છે.કેટલાક ખેલાડીઓ વિભિન્ન પ્રકારના દ્વારા તેની બદલે વિદેશી ખાસ કરીને ચીની કંપનીઓ પાસેથી તગડી કમાણી કરી રહ્યા છે, પરંતુ આ પ્રતિબંધના કારણે ખેલાડીઓની આવક 70 ટકા કરતા નીચે થઈ જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS