કોરોના ઇફેક્ટ : 9 દિવસમાં માત્ર 23 શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શને પહોંચ્યા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

છેલ્લા કેટલાક વર્ષોથી કેદારનાથ ધામની યાત્રા પર 15 થી 20 હજાર યાત્રાળુઓ જતા હતા ત્યારે આ વખતે કોરોના મહામારીના કારણે બાબા કેદારનાથના દર્શન કરવા વાળા શ્રદ્ધાળુઓની સંખ્યા લગભગ શૂન્ય થઇ જાય છે. હવે ખૂબ જ મુશ્કેલી પછી ત્રણથી ચાર યાત્રાળુઓ જ કેદારનાથ ધામ પહોંચી રહ્યા છે, અને તે પણ સ્થાનિક યાત્રિકો છે.

 

કેદારનાથ ધામના કપાટ 29 એપ્રિલે ખુલ્લા મુકવામાં આવ્યા હતા જ્યારે  11 જૂન થી સ્થાનિક લોકો દ્વારા કેદારનાથ ધામની યાત્રા ખુલ્લી મુકવામાં આવી હતી.

 

પરંતુ કેદારનાથ ધામના પૂજારીઓ, મજૂરો અને કર્મચારીઓ સિવાય નવ દિવસમાં માત્ર 23 લોકો જ બાબા કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા.

 

કોરોનાનો ભય અને કેદારનાથ ધામમાં સુવિધા ન હોવાના કારણે સ્થાનિક લોકો આ વખતે બાબા કેદારનાથના દરબારમાં દર્શન કરવા જઇ રહ્યા નથી.

 

આ સિવાય યાત્રા પડાવો પર રોજગાર ન હોવાના કારણે સૌથી વધારે નેપાળી મૂળના લોકો કેદારનાથ પહોંચી ગયા હતા, અને રોજીરોટી માટે શોધખોળ કરી રહ્યા છે. પરંતુ શ્રદ્ધા ન હોવાના કારણે તેઓને અહીં પણ નિરાશા પ્રાપ્ત થઇ છે.

 

બાબા કેદારનાથ ધામમાં 12 જૂનથી અત્યાર સુધીમાં 186 લોકો પહોંચ્યા હતા. જેમાંથી 20  પુરોહિતો, 23  યાત્રિકો, 30 વિભાગીય કર્મચારી, 15 હોટલ વ્યવસાયિકો, 6 સાધુઓ, 2 ગોવાળ તેમજ 100 મજૂરોનો સમાવેશ થાય છે. એવામાં યાત્રાના માર્ગ  ઉપર આવેલી દુકાનો ખોલીને બેસેલા વેપારીઓ હતાશ છે, દુકાન ખોલવા છતાં પણ અહીં કોઈ શ્રદ્ધાળુઓ દૂર દૂર સુધી નજરે પડી રહ્યા નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS